ગુજરાત

મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે  અમદાવાદની કલા સંસ્થા  મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશનનું પ્રદર્શન પોરબંદર કલેક્ટરના હસ્તે ખુલ્લું મૂકાયું

પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્ર કલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે 

આગામી તારીખ ૧૬ મી ફેબ્રુઆરી રોજ પોરબંદર મહાનગર પાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અમદાવાદની કલા સંસ્થા મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન ના ૧૩ આર્ટિસ્ટ માં ના આર્ટિસ્ટ અંકિત વાડરાના ૧૫ જેટલા વિવિધ પક્ષીઓ ના પેઇન્ટિંગ સિરીઝ ,આર્ટિસ્ટ નિતલ મકવાણાના વન્ય જીવનના અદભુત પ્રાણી ચિત્રો સહિત કોકિલા પટેલ નીલુ પટેલ અંકિત વાડરા 

ક્રિસ્ટી વોરા ફોરમ પટેલ જસપ્રીત મોહન સિંહ જીનલ વાડરા મિતાલી મકવાણા પ્રાંચી કડિયા રુદ્ર જાની સંગીતા રાઠોડ શ્રુતી સોની ઓલિવા દાસ પટેલના કુલ ૪૦ જેટલાચિત્રોનું પ્રદર્શન પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી (IAS)ના વરદહસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ આ પ્રસંગે પોરબંદર શહેરના પ્રસિદ્ધ ડો.સુરેશ ગાંધી સાહેબ,ડો.સનતકુમાર જોષી,શ્રી

કમલભાઈ પાઉં સી ઈ ઓ ગજાનન એકેડમી પ્રા.લી.

તથા કરશનભાઈ ઓડેદરા અધ્યક્ષ સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા ,જાણીતા લેખિકા તથા કલરવ સાહિત્યના સેક્રેટરી પુષ્પા બેન જોષી,હિતેશભાઈ દાસાણી તથા ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયા,સેક્રેટરીશ્રી શૈલેષભાઈ પરમાર,આર્ટિસ્ટ કમલ ગોસ્વામી,સમીર ઓડેદરા,ધારા જોષી,રાજેશ કોટીયાવાલા તથા પોરબંદરની કલા રસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમનું સંચાલન દિનેશ પોરિયાએ કરેલ.

પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, ડેપ્યુ.કમિ.મનન એ.ચતુર્વેદી,ડીવાય એસ પી શ્રી ઋતુ રાબા તથા ડો.રાજવી રાજશાખાએ સૌને અભિનંદન પાઠવેલ.આ પ્રદર્શન તારીખ:૨૧/૦૨/૨૦૨૬ સુધી ખુલ્લું રહેશે 

Related Posts