અમરેલી

2026-27ના ગુજરાત સરકારના ગરીબ અને ખેડૂત લક્ષી બજેટને આવકારતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા

કર્તવ્યકાળમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે વિકસિત ગુજરાતના
વિઝન અને જનકલ્યાણના મિશન સાથેનું જાજરમાન બજેટ રજૂ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને
નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર.
ગુજરાત સરકારના નાણામંત્રી એ ૨૦૨૬-૨૭ ના વર્ષે ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવા જાહેરાત કરી હતી.GAYN એટલે કે ગરીબ
,યુવા ,અનદાતા,નારીશક્તિ ને સશક્ત બનાવવા માટે બજેટમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત સરકારના બજેટમાં અનેકવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે, જે રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપશે. આ
બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ ₹૬૩૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા અને
યુવાનોને વધુ સારી તકો પ્રદાન કરશે, અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવરદાયક વાતાવરણમાં
શિક્ષણ મળી રહે માટે પીએમ શ્રીશાળા યોજના શરુ કરવામાં આવી. ,મહિલા અને બાળ
વિકાસ માટે ₹૭૬૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે મહિલા સશક્તિકરણ અને બાળકોના વિકાસને પ્રોત્સાહન
આપશે, ,માર્ગ અને મકાન વિભાગ માટે ₹૨૯૭૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના માળખાકીય વિકાસને

મજબૂત બનાવશે, ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ₹૨૫૪૦૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે આરોગ્ય
સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવશે અને લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે, મુખ્યમંત્રી પોસ્ટિક આહાર
યોજના માટે ₹૫૯૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણને સુનિશ્ચિત કરશે.આ
બજેટ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને રાજ્યના વિકાસને વધુ વેગ આપશે.તેવું ગુજરાત રાજ્ય નું સને
202૬-2૭ ના વર્ષ નું ગરીબ,ખેડૂત લક્ષી બજેટ રજૂ કરી ગુજરાત ના વિક્સને ને વેગન આપનાર હોય
તેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં મંત્રી શ્રી કનુ ભાઈ દેસાઇ નો આભાર વ્યકત
કરી આ બજેટને સાવરકુંડલા વિધાન સભાના ધારાસભ્ય શ્રી મહેશ ભાઈ કસ્વાલ દ્વારા આવકારમાં આવેલ
છે તેમ અટલ ધારા કાર્યાલય ની યાદી જણાવે છે

Related Posts