લાઠી મોટા દેવળીયા માતૃભાષા સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું મોટા દેવળીયા વિશ્વ માતૃભૂમિ દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી – ગાંધીનગર અને શ્રી નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળા– મોટા દેવળીયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આચાર્ય ડૉ. જયેશ ભટ્ટીના માર્ગદર્શન હેઠળ “માતૃભાષા મહોત્સવ” નું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમનું દીપ પ્રગટયા મુખ્ય વક્તા શ્રી ધર્મેશભાઈ વિસાવળીયા, શ્રી રાજેશ્વરીબેન રાજ્યગુરુ, ઈતેશભાઈ મહેતા, અને રાજેશકુમાર ચૌહાણના હસ્તે કરવામાં આવેલ.દીપ પ્રાગટ્ય બાદ શાળાની વિધાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ. આ કાર્યકમ પધારેલ ગ્રામ અગ્રણી શ્રી લીલાભાઈ વામજા (સેવા સહકારી મંડળી પ્રમુખ) લવાભાઈ કાનાણી, મધુભાઈ બારડ, રઘુભાઈ શેલડીયા, મજીદ ભાઈ કુરેશી (પે સેન્ટર શાળા આચાર્યશ્રી)વિપુલભાઈ ગોસ્વામી, જયેશભાઈ નિમાવત વગેરેનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
આ પ્રસંગે સંદેશના કોલોમિસ્ટ એવા શ્રી દિવ્યેશ વેકરિયાએ માતૃભાષા એ આપણી પ્રેમ, સંવેદના એન કરુણાની ભાષા છે અને દરેક વ્યક્તિ તેમજ વ્યક્તિત્વને પુર્ણ રીતે નિખારવા માટે માતૃભાષા જ ઉત્તમ છે તેવું જણાવેલ. જ્યારે રાજેશ્વરીબેન રાજગુરુએ માતૃભાષાને આપણી સંસ્કાર અને સંસ્કૃતિની અભિવ્યક્તિનું માધ્યમ છે તેમજ જીવન ભાવોનું બળવાન પાસું હોવાનું જણાવેલ.
માતૃભાષા સંવર્ધન અંગે શાળાના વિદ્યાર્થીઓ ગમારા કૃપાલીબેન, અજાડિયા અસ્મિતાબેન, ગોહિલ માનસી બેન, યોગેશભાઈ વિરડીયા સાહેબ અંજનાબેન વઘાસિયા, પાયલબેન ગોસ્વામી, જનકભાઈ વનરા, ચંદુભાઈ નિમાવત વગેરે માતૃભાષા ઉત્સવમાં સહભાગી બનેલ. સિનિયર એડવોકેટ શ્રી ઈતેશભાઈ મહેતાએ વક્તાઓનો પરિચય અને વ્યાખ્યાનના વિષયની પ્રસોગિતતા જણાવેલ.અંતે સૌએ ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરી માતૃ ભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરેલ.આ તકે વક્તા અને કૃતિ રજૂ કરનાર તમામનું બહુમાન કરવામાં આવેલ કાર્યકમને સફળ બનાવવામાં શાળાનો સ્ટાફ તેમજ વિધાર્થીઓએ જહેમત ઉઠાવેલ હતી .


















Recent Comments