અમરેલી

લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ની રિજીયન – ૫ ની અમરેલીના આંગણે યોજાયેલ રીજીયન કોન્ફરન્સ

સમગ્ર વિશ્વમાં પથરાયેલ લાયનવાદનું સંગઠન સેવાક્ષેત્રે સર્વોચ્ચ છે અને માનવસેવાના વિવિધ કાર્યો દ્વારા સમાજમાં અનોખું
યોગદાન આપી રહ્યું છે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટી)ના યજમાન પદે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ની
રિજીયન – ૫ રીજીયન કોન્ફરન્સનું પરંપરાગત રીતે આયોજન તા. ૦૮-૦૩-૨૦૨૬ ને રવિવારે અમર પાર્ટી પ્લોટ, અમરેલી મુકામે
રીજીયન ચેરપર્સન લાયન જયેશભાઇ પંડ્યાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી. જેમાં અમરેલી, ભાવનગર સિહોર સહીતની
કુલ ૮ લાયન્સ અને લીયો ક્લબોએ ઉષ્માભેર ભાગ લીધેલ હતો.
ભાતૃભાવના માણવા, સેવાના વિકલ્પો જાણવા માટે યોજાયેલ રીજીયન કોન્ફરન્સમાં લાયન દિનેશભાઇ સોરઠીયા દ્વારા કરવામાં
આવેલ ધ્વજવંદના બાદ કોન્ફરન્સ કન્વીનર લાયન પ્રા.એમ.એમ.પટેલ દ્વારા કરવામાં સ્વાગત ઉદબોધન કરી દરેકને આવકારેલ હતા.
રીજીયન-૫ ના રીજીયન ચેરપર્સન લાયન જયેશભાઇ પંડ્યાએ રીજીયન કોન્ફરન્સનું મહત્વ સમજાવેલ અને રીજીયનમાં જુદા જુદા
સેવાકીય કાર્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આઠ લાયન્સ ક્લબ અને એક લીઓ ક્લબને સન્માનિત કરેલ હતી.
માનવંતા મહેમાનોએ સંયુક્ત રીતે દીપપ્રાગટ્ય કરી પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રી પી.એમ.જે.એફ. લાયન વસંતભાઈ મોવલિયા અને પૂર્વ
મલ્ટીપલ કાઉન્સીલ ચેરપર્સન પી.એમ.જે.એફ. લાયન કમલેશભાઈ શાહ દ્વારા લાયનવાદની સેવાકીય જ્યોત સમાજના અદના
માનવી સુધી પહોંચાડવા અપીલ કરી હતી. લાયનવાદએ જીવનભર ચાલતો સેવા અને સંસ્કારનો માર્ગ છે. સુખ-સમૃદ્ધિ અને
તંદુરસ્તી સાથે સમાજસેવાના કાર્યમાં સતત જોડાયેલા રહીને, આપણે આપણી અંદરની માનવતા અને સેવાભાવને હંમેશા રિચાર્જ
કરતા રહેવું જોઈએ. લાયનવાદના નવા યુગને સફળ બનાવવા સેવા સમર્પણ દ્વારા વધારેમાં વધારે સેવાકીય કાર્યો કરી સમાજના
છેવાડાના માનવી સુધી પહોંચવા શીખ આપી હતી.
ઝોન-૧૩ ના ઝોન ચેરપર્સન લાયન કૌશિકભાઈ હપાણી અને ઝોન-૧૪ ના ઝોન ચેરપર્સન લાયન ડો. દશરથભાઈ પ્રજાપતિએ
તેમના નેજા હેઠળ આવતી લાયન્સ ક્લબોનો વહીવટી અને સેવાકીય પ્રવૃત્તિઓનો સવિસ્તૃત અહેવાલ સાથે અલગ અલગ થીમ સાથે
આકર્ષક બેનર પ્રેઝન્ટેશન કરાવ્યું હતું અને રીજીયનમાં લાયનવાદની આગવી ઓળખ ઉભી કરવા અનુરોધ કર્યો હતો. બેનર
પ્રેઝન્ટેશનમાં પ્રથમ સ્થાને લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટી)અને દ્વિતિય સ્થાને લાયન્સ ક્લબ ઓફ અમરેલી(રોયલ) અને તૃતિય
સ્થાને લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ) આવતા મોમેન્ટો દ્વારા સન્માનવામાં આવી હતી.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ના પ્રથમ વાઈસ ગવર્નર લાયન હાર્દિકભાઈ મહેતા, દ્રિતીય વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર
એમ.જે.એફ. લાયન નિરવભાઈ વડોદરિયા તથા ડિસ્ટ્રીક્ટ ગવર્નર એમ.જે.એફ. લાયન અભયભાઈ શાહ દ્વારા રીજીયન-૫ દ્વારા
કરવામાં આવેલ સુંદર કામગીરી માટે દરેકને અભિનંદન આપ્યા હતા તેમજ ડિસ્ટ્રીક્ટની લાયનવાદની સેવાકીય પ્રવૃત્તિઓને મજબૂતાઈ
સાથે વધુ ગતિથી આગળ લઈ જવા અપીલ કરી હતી. વ્યક્તિ, પરિવાર કે સમુદાયની તાત્કાલિક અને દીર્ઘ કાલીન વાસ્તવિક
જરૂરિયાતો ધ્યાનમાં રાખી સેવા સાથે સકારાત્મકતા, પ્રેમ, એકતા અને સંકલ્પ સાથે સેવાકીય પ્રવૃતિઓ કરી “નીs બેઝ સર્વિસ પ્લસ”
સૂત્રને સાર્થક કરવા અનુરોધ કરેલ હતો.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર લાયન વાડીલાલ પટેલ, જી.એલ.ટી. કોર્ડીનેટર લાયન દિપેશભાઇ ગણાત્રા, ડિસ્ટ્રીક્ટ ચેરપર્સન
લાયન મયંકભાઇ ગોસાઈ, પૂર્વ રીજીયન ચેર પર્સન લાયન જીતુભાઈ ડેર, લાયન કાંતિભાઈ વઘાસિયા, લાયન દિનેશભાઈ ભુવા વગેરે

ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. ડિસ્ટ્રીક્ટ ચેરપર્સન લાયન તુષારભાઈ પટેલ દ્વારા રીજીયન કોન્ફરન્સ અંગેનો
પ્રતિભાવ સુંદર રીતે આપવામાં આવેલ હતો. આભારવિધિ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ ઋજુલભાઇ ગોંડલિયા
દ્વારા કરવામાં આવેલ હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન લાયન શરદભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
રીજીયન કોન્ફરન્સને સફળ બનાવવા રીજીયન ચેરપર્સન લાયન જયેશભાઇ પંડ્યા, કોન્ફરન્સ ચેરમેન લાયન પ્રા. એમ. એમ. પટેલ,
પ્રમુખ લાયન ઋજુલભાઇ ગોંડલીયા, સેક્રેટરી પરેશભાઈ કાનપરીયા, ટ્રેઝરર લાયન અશ્વિનભાઈ ડોડીયા, લાયન ભુપતભાઇ ભુવા,
લાયન સાહસભાઈ ઉપાધ્યાય, લાયન ભગવાનભાઇ કાબરીયા, લાયન અશ્વિનભાઈ સંપટ, લાયન ડૉ. વિરલભાઈ ગોયાણી, લાયન
રમેશભાઈ ગોલ, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન રાજેશભાઈ માંગરોળીયા, લાયન નરેશભાઈ જોગાણી, લાયન દિનેશભાઇ
સોરઠીયા, લાયન નરોત્તમભાઇ સાકરીયા, લાયન ડૉ. તુષારભાઈ બોરાણીયા, લાયન મનોજભાઈ કાનાણી, લાયન કિશોરભાઈ શિરોયા,
લાયન રિધેશભાઈ નાકરાણી, લાયન ભદ્રેશસિંહ પરમાર, લાયન નૈનેશભાઇ સિંધવડ લાયન કૌશલ દવે વગેરેએ જહેમત ઉઠાવેલ
હતી.

Related Posts