જાગૃત બનીને સૌ હવે
અધિકાર માંગશે,
છેતરાશે ના કોઈ,
એવો નિર્ધાર માંગશે.
પ્રગટાવી છે જ્યોતિ જ્ઞાનની
હવે આર. કે વિદ્યાલયે
ગ્રાહક હવે બજારમાં
એમનો વ્યવહાર માંગશે.
–“પાંધી સર”
સ્થાનિક જેસર રોડ પર આવેલી આર. કે. પ્રાયમરી સ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ, સાવરકુંડલા દ્વારા ‘ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત એક વિશેષ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ નાગરિકો એવા વિદ્યાર્થીઓમાં ગ્રાહક તરીકેના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના ડાયરેક્ટર શ્રી રાજેશભાઈ આસનાનીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા સૌનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ હીરાણી તેમજ શ્રી બિપીનભાઈ પાંધી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં છેતરામણીથી કેવી રીતે બચવું, વસ્તુની ખરીદી વખતે કઈ સાવચેતી રાખવી અને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મળતા અધિકારો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને સરળ શૈલીમાં માહિતી પ્રદાન કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન શાળાના આચાર્યા કોમલબેન આસનાનીએ કર્યું હતું. આ સેમિનારને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ જ્ઞાનવર્ધક સત્રનો લાભ લીધો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સંદર્ભે વિવિધ માહિતી દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું


















Recent Comments