પરદેશી એ ઈંધણ ત્યજી,
ઘરનું જ અજવાળું કરો,
પોદળામાં પણ શક્તિ તો છે,
બુદ્ધિથી હવે તમે સાથે મળીને તેની અસિમ શક્તિનું તાળું ખોલો.
યુદ્ધોના આ વ્યાપારમાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર આપણે ના બનીએ,
ગોબર ગેસે ગૂંજી ઉઠે,
આત્મનિર્ભરતાનું સપનું ફળ્યું ગણીએ.
–“પાંધી સર” – –
આજે જ્યારે વિશ્વ યુદ્ધના ઉંબરે ઉભું છે, એક દેશ બીજા દેશના લોહીનો તરસયો બની ચૂક્યો છેત્યારે દરેક ભારતીયે વિચારવાની જરૂર છે કે આ વિનાશક શસ્ત્રો માટેના નાણાં ક્યાંથી આવે છે? આપણે જે વિદેશી તેલ અને ગેસ ખરીદીએ છીએ, તેના જ અબજો ખર્વો રૂપિયા આડકતરી રીતે શસ્ત્રોના સંશોધન અને યુદ્ધ પાછળ ખર્ચાય છે. જો આપણે ખરેખર શાંતિપૂર્ણ અને આત્મનિર્ભર ભારત ઈચ્છતા હોઈએ, તો વિદેશી ગેસના ‘લાલ બાટલા’ પરની નિર્ભરતા છોડવી જ પડશે.
ગોબર ગેસ કચરામાંથી કંચન અને ઉર્જાનો સસ્તો વિકલ્પ
આપણી શેરીઓમાં પડેલા પોદળા એ માત્ર ગંદકી નથી, પણ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. જો દરેક નાગરિક જાગૃત થઈને ગોબર ગેસ પ્લાન્ટ અપનાવે, તો ઘરનું રાંધણ અને વાહનો માટેનું ‘સી.એન.જી.’ ઘરે જ પેદા કરી શકાય છે. સરકાર ભલે ૨૦% ઇથેનોલની વાત કરે, પણ જો ૧૦૦% ગોબર ગેસ અને બાયો-સીએનજી પર ભાર મૂકવામાં આવે તો વિદેશી હૂંડિયામણના કરોડો રૂપિયા બચાવી શકાય તેમ છે.ગોબર ગેસ અને એ સંદર્ભે વિશેષ સંશોધન માટે પણ ભારતમાં વિપુલ તકો રહેલી છે તો આ સંદર્ભે આળસ ખંખેરી આપણા ટેલેન્ટને એ દિશામાં વાળો.
પીએમ સૂર્ય ઘર યોજના: વીજળી બનાવો અને કમાણી કરો
જેમને ગોબર ગેસ નથી વાપરવો, તેમના માટે ‘પીએમ સૂર્ય ઘર યોજના’ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સોલાર પેનલ્સ લગાવીને વીજળીથી રસોઈ (ઈન્ડક્શન) રાંધો. તેનાથી પ્રદૂષણ પણ ઘટશે અને વધારાની વીજળી ગ્રીડમાં આપીને રોકડા રૂપિયા પણ કમાઈ શકાશે.
આજે દાંડીયાત્રા જયંતિના દિવસે રાષ્ટ્રને આત્મનિર્ભર અને સ્વદેશીના રાહના નારાને આત્મસાત કરીને લોકોને નવો રાહ ચીંધી શકાય છે.અને આજ સાચી રાષ્ટ્ર ભક્તિ અને રાષ્ટ્ર પ્રેમનું પ્રતીક ગણી શકાય. કેવળ નારા નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં એને અપનાવીએ . રિલાયન્સ પોતાનું ” રિફાઇનિંગ”નું કામ ચાલુ રાખી શકે છે. બહારથી ક્રૂડ લાવવાનું અને રિફાઇન કરી બહાર મોકલી આપવાનું જેથી ફોરેન એક્સ્ચેન્જમાં પણ વધારો થાય અને આત્મનિર્ભરનો હેતુ પણ સિધ્ધ થાય આત્મનિર્ભર ઉર્જા માટે
સોલર કૂકરો વસાવી શકાય છે આ માટે ખાદી કાર્યાલય સાવરકુંડલાનો સંપર્ક કરીને ખરીદી કરી શકાય. હાલ સાવરકુંડલા ખાદી કાર્યાલય ખાતે હાજર સ્ટોકમાં સૂર્ય કૂકર ઉપલબ્ધ છે. સરકારે પણ તેમાં જીએસટી ટેક્સ નાબૂદ કરીને સબસિડી પણ ફાળવી શકાય એ સંદર્ભ સક્રિય વિચારણા કરીને તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ. આ પેટી સોલાર કૂકરના ઉપયોગ દ્વારા આપણે રાષ્ટ્રીય સેવા પણ કરી અને બાટલાની ગુલામીમાંથી ઘણેઅંશે રાહત પણ મેળવી શકાય તો
છત્રી કૂકર અમરેલી મળે છે.
રાજકોટ મળે છે.આફ્રિકાના તમામ દેશના લોકો રાજકોટના છત્રી કૂકર વાપરે છે તો આપણે શા માટે પાછળ રહીએ.
મહાત્મા ગાંધીએ હંમેશા ગ્રામીણ અર્થતંત્ર અને સ્વાવલંબનની વાત કરી હતી. બીજા દેશોને કમાઈ કમાઈને આપવા કરતાં, આપણા દેશની સંપત્તિ દેશમાં જ રહે તે જરૂરી છે. હવે જાગવાનો સમય છે. બુદ્ધિ વાપરીને આયાતી ગેસ છોડી, સ્વદેશી ઉર્જા અપનાવી એ જ આધુનિક ભારતના નિર્માણનો સાચો રસ્તો છે.
અંતમાં જિંદગી દેને વાલે સુન. અબ હમેં આત્મનિર્ભર બના.. ન કિસીસે બૈર ન કિસીસે ઝગડા.. અપના આત્મનિર્ભરતા યહીં હૈ સબસે અચ્છા ફંડા

















Recent Comments