ભાવનગર

સિહોરના ગુંદાળા ટાણા ગામે “રાધે રાધે સખી મંડળ”ના મંગલમ સ્ટોરનું અનાવરણ

સિહોર તાલુકાના ગુંદાળા ટાણા ગામ ખાતે “રાધે રાધે સખી મંડળ” દ્વારા શરૂ કરવામાં આવેલ મંગલમ સ્ટોરનું
અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્ટાફ દ્વારા સખી મંડળની બહેનો સાથે મુલાકાત કરી તેમની કામગીરી અંગે માહિતી
મેળવી હતી. ખાસ કરીને સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવતા ઓર્ગેનિક સાબુના ઉત્પાદનની મુલાકાત લેવામાં
આવી હતી અને બહેનોને ઉત્પાદન, ગુણવત્તા અને માર્કેટિંગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સખી મંડળની બહેનો તથા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંગલમ સ્ટોરના
આરંભથી ગામની મહિલાઓને સ્વરોજગારના વધુ અવસર મળશે તેમજ ગામના આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન
મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી મૌસમસિંહ રાવ, ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથીશ્રી એલ.
એમ. કોરડિયા, ડી.એલ.એમ. શ્રી ઈરફાન ઘાંચી, જિલ્લા કક્ષાના એ.પી.એમ. શ્રીમતી ફાલ્ગુનીબેન બોરીચા, સરપંચશ્રી,
ટી.એલ.એમ., તલાટી મંત્રીશ્રી તથા એન.આર.એલ.એમ. (NRLM) સ્ટાફ હાજર રહ્યા હતા.

Related Posts