વરતેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી
(CSR) અંતર્ગત આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલથી વરતેજ તેમજ આસપાસના
આશરે ૮ ગામોના નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે.
કેનફિન હોમ્સ લિમિટેડના શાખા મેનેજર શ્રી ચિંતન આચાર્ય તથા CHC સુપરિન્ટેન્ડન્ટ ડૉ. નેહાબેન ગોહિલના
માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
CSR હેઠળ આરોગ્ય કેન્દ્રને પલ્સ ઓક્સિમીટર, નેબ્યુલાઇઝર, બ્લડ પ્રેશર મશીન, ECG મશીન, ઇન્ફન્ટ વોર્મર,
ફોટોથેરાપી યુનિટ, ડિફિબ્રીલેટર, ફેટલ ડોપ્લર તેમજ ડિલિવરી બેડ જેવા મહત્વપૂર્ણ તબીબી સાધનો પ્રદાન કરવામાં
આવ્યા છે.
આ સાધનોની ઉપલબ્ધતાથી CHCના ગાયનેકોલોજી અને ફિઝિયોથેરાપી વિભાગોની સેવાઓ વધુ મજબૂત
બનશે. પરિણામે માતા-શિશુ આરોગ્ય સેવાઓમાં ગુણવત્તાત્મક સુધારો થશે અને તાત્કાલિક સારવાર વધુ અસરકારક
રીતે ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે કેનફિન હોમ્સ લિમિટેડની ટીમના સભ્યોમાં શ્રી ચિંતન આચાર્ય (શાખા મેનેજર), શ્રી વિવેક વ્યાસ
(એસિસ્ટન્ટ મેનેજર) તથા શ્રી મુરુગન રાજારામ (ઓડિટર, ભૂતપૂર્વ DGM) હાજર રહ્યા હતા.
વરતેજ CHCને CSRથી આધુનિક તબીબી સાધનોની ભેટ, આરોગ્ય સેવાઓને મળશે નવી શક્તિ
















Recent Comments