વતન પર જાન દેનારા અમર
એ નામ રાખીએ,
અમે શ્રદ્ધાસુમન અર્પી રૂડું
આ કામ રાખીએ.
ગગન ગાજે તિરંગાથી
અને ચકલી કરે કલરવ,
ધરા પર પ્રેમ ને હૈયે
અમે સંગ્રામ રાખીએ.
–“પાંધી સર”
અમરેલી જિલ્લા યુવા ભાજપની સૂચના અનુસાર સાવરકુંડલા શહેર યુવા મોરચા દ્વારા આજે દેશભક્તિ અને પર્યાવરણ જતનના ઉમદા કાર્યક્રમો સંપન્ન થયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પંડિત દિનદયાળ ઉપવન સ્થિત શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે યુવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ત્યારબાદ શહેરમાં ભવ્ય તિરંગા બાઈક રેલી યોજી દેશભક્તિનો માહોલ સર્જવામાં આવ્યો હતો.
દેશદાઝની સાથે સાથે જીવદયાના સંકલ્પને સાકાર કરતા ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પ્રદેશ યુવા ભાજપના #yuva4nature અભિયાન અંતર્ગત વિશેષ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા, ચકલીઓ માટે માળા તેમજ કીડિયારું પૂરવા માટે શ્રીફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે યુવા મોરચાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, શહીદો પ્રત્યે આદરની સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરવું એ પણ આપણી નૈતિક જવાબદારી છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ જોડાઈને પર્યાવરણ જાળવણીના શપથ લીધા હતા.


















Recent Comments