ગઢપુર ખાતે શ્રી બોટાદનાં ઝાંપાનાં શ્રી હનુમાનજી મહારાજનો અર્ચાશુધ્ધી મારૂતિ યજ્ઞ સંપન્ન
ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજની કૃપાથી પ.પુ.1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પ.પુ.108 ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ની આજ્ઞાથી પુજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી ની પ્રેરણાથી શ્રી ગોપીનાથજી મંડળ દ્વારા બોટાદનાં ઝાંપે શ્રી હનુમાનજી મહારાજને નૃતન કલરકામ કરી અર્ચાશુધ્ધી મારૂતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.
જેમાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય પ.પુ.૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ પધારી હનુમાનજી મહારાજની અન્નકુટ આરતિ કરી હતી.
આ પ્રસંગે ગઢપુરના સંતો પુ. એસ.પી.સ્વામી, પુ.કો.શા.સ્વા.ઘનશ્યામવલ્લભદાસજી, પુ.કો.સ્વા. વિશ્વસ્વરૂપદાસજી, શ્રી વેદાંત સ્વામી તથા ગઢપુર નગરનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ધર્મકુળ આશ્રિત સંતો,પાર્ષદો,હરિભક્તો જોડાયા હતા.
















Recent Comments