રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન સ્વામિનારાયણ ગુરુકુળ માં શ્રી રામ જન્મોત્સવ તથા બાળ ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન સ્વામિનારાયણ ગુરુકુળ માં શ્રી રામ  જન્મોત્સવ તથા બાળ ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો  સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન ના મેલબોર્ન ગુરુકુળમાં રામ જન્મોત્સવ સાથે બાળ ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ મહોત્સવ આજરોજ ચૈત્ર સુદ નવમી ના રોજ ઉજવવામાં આવ્યો.આ દિવસે અયોધ્યામા શ્રીરામે જન્મ ધારણ કરી અયોધ્યા ની પ્રજાને રામમય બનાવી તે જ રીતે આજ ના દિવસે બાળ ઘનશ્યામનું પ્રાગટ્ય છપૈયા માં થતા આનંદ ઉત્સવ ઉજવવામાં આવ્યો.દેશ થી દૂર વિદેશ મા ભારતીયો ભારત ની સંસ્કૃતિ ના ધાર્મિક તહેવારો ઉજવી ને ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરે છે.આ કાર્યક્રમ મા ગુરુકુળ ના બાળકો દ્વારા વાલા વાલા ઘનશ્યામ ના વધામણાનું નૃત્ય રજુ કરવામાં આવ્યુ તથા હરિભક્તો દ્વારા લોભ ન કરવો તથા સંતોષ અને દાન વડે લક્ષ્મીનો સદુપયોગ કરવો,તેવો સંદેશ આપતુ રૂપક રજૂ કર્યું. ત્યારબાદ પૂજ્યપાદ શ્રી મહંત સ્વામી એ આશિર્વચન આપતા જણાવ્યું કે અનંત કોટી બ્રહ્માંડના અધિ પતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન દેવતાને પણ દુર્લભ એવી આ ભારત વર્ષની પવિત્ર ભૂમિ  પર પરમ ભગવત એકાંતિક ધર્મની સ્થાપના કરવા અને પોતાને વિશે અનન્ય પ્રેમ ધરાવતા પ્રેમી ભક્તોને લાલ લડાવવા માટે અક્ષરધામ થી અનંત મુક્તોને સાથે લાવી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા . આ રામ નવમી તથા હરિજયંતી ની ઉજવણીનો કાર્યક્રમ મેલબોર્ન સ્થિત શ્રી મધુસુદન સ્વામી તથા વિશ્વવંદન સ્વામી ના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવ્યો. હજરો ભારતીયો, હરિ ભક્તો, ભાઈઓ, બહેનો, બાળકો ને કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા તેમ હિરાભાઈ પટેલ રાજકોટ અને દિનેશભાઈ જોગાણી સુરત ની યાદી માં જણાવ્યું હતું

Related Posts