કદમ એવા પડો કે
મંજિલો પણ નમી જાય,
તમે જ્યાં પણ રહો,
ત્યાં સુગંધ પ્રકૃતિની વસી જાય.
કલમ ને કાગળ તજીને
તમે જે ડિજિટલ રાહ કંડારી,
એક એક વૃક્ષ બચાવી તમે પૃથ્વીની કરી છે દેખભાળ ન્યારી.
–“પાંધી સર”
મૂળ સાવરકુંડલાના વતની અને હાલ સિલિકોન વેલી ઓફ ઈન્ડિયા એટલે કે બેંગ્લોર ખાતે મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત કેયૂર પંકજભાઈ વ્યાસનો આજે જન્મદિવસ છે. પોતાની આગવી સૂઝબૂઝ અને મિલનસાર સ્વભાવને કારણે જાણીતા કેયૂરભાઈને આજે તેમના જન્મદિવસ નિમિત્તે વતન સાવરકુંડલા સહિત દેશ-વિદેશમાંથી મિત્રો, સ્નેહીજનો અને સામાજિક-રાજકીય અગ્રણીઓ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
કેયૂરભાઈ માત્ર વ્યવસાયે એક સોફ્ટવેર એન્જિનિયર જ નથી, પરંતુ હૃદયથી પ્રખર પર્યાવરણ પ્રેમી પણ છે. તેઓ માને છે કે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષો બચાવવા અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરવા તેઓ વર્ષોથી ‘પેપરલેસ ટેકનોલોજી’ના હિમાયતી રહ્યા છે.
સાંપ્રત સમયની જરૂરિયાતને સમજીને તેઓ ‘આપણું કુંડલા પત્રકાર પાંધીસર ડિજિટલ ન્યૂઝ’ દ્વારા ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેથી કાગળનો વપરાશ ઘટાડી શકાય અને પર્યાવરણની રક્ષા થઈ શકે. ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિની સેવા કરવાનો તેમનો આ અભિગમ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બન્યો છે.
આજે તેમના જન્મદિવસ પ્રસંગે તમામ સ્નેહીજનો ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન માણે તથા સફળતાના તમામ શિખરો સર કરે.
















Recent Comments