અમરેલી

સાવરકુંડલામાં ગેસ વિતરણની અવ્યવસ્થા ડામવા પુરવઠા વિભાગ મેદાને: એરો ગેસ એજન્સીની કમાન તંત્રના હાથમાં

વ્યવસ્થાની કમી છે ત્યાં 

લડત પણ જરૂરી છે,

જનતાના હકની વાતમાં 

હરકત પણ જરૂરી છે.

​જાગશે તંત્ર તો મટશે 

સૌની હાલાકી અહીં,

અંધારામાં ઉજાસની એક                              મશાલ પણ જરૂરી છે.

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એરો ગેસ એજન્સી દ્વારા ગેસ બોટલના વિતરણમાં ભારે અનિયમિતતા જોવા મળી રહી હતી. ગ્રાહકોને પડતી હાલાકી અને વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈ આખરે પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. આજથી ગેસ વિતરણની સંપૂર્ણ વ્યવસ્થાનું સુચારુ સંચાલન પુરવઠા વિભાગે પોતાના હસ્તક લીધું છે, જેથી ગ્રાહકોને નિયમાનુસાર અને સમયસર સિલિન્ડર મળી રહે.

​તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંથી આગામી બે થી ચાર દિવસમાં ડિલિવરી સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે અને ગેસ ધારકોની પરેશાનીઓનો અંત આવશે તેવી પ્રબળ શક્યતા જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, એજન્સીની આ લાપરવાહી સામે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ગ્રાહક સુરક્ષા મંડળ, ‘આપણું કુંડલા’ પત્રકાર પાંધીસર, ડિજિટલ ન્યૂઝ અને નાવલી ન્યૂઝ તેમજ સૌરાષ્ટ્રના અન્ય પ્રતિષ્ઠિત અખબારો દ્વારા આ સમાચાર પ્રકાશિત કરીને યોગ્ય કરવા સતત રજૂઆતો કરવામાં આવી હતી. જનહિતમાં કરવામાં આવેલી આ રજૂઆતોને પગલે તંત્રએ કડક વલણ અપનાવી વિતરણ વ્યવસ્થાની કમાન સંભાળી લીધી છે.

Related Posts