સુરત બ્રહ્માકુમારીઝ (સુરત–વલસાડ-બારડોલી) દ્વારા આયોજિત સુવર્ણ જયંતી સમારોહ– “પ્રભુ શરણમ્”આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સુરત, વલસાડ તેમજ બારડોલી સબઝોનની ક્ષેત્રીય સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી રંજનદીદીના સન્માનમાં તારીખ 26 એપ્રિલ, રવિવારના રોજ સાંજે 5 કલાકેથી “પ્રભુ શરણમ” સુવર્ણ જયંતી મધુવન ફાર્મ, જહાંગીરપુરા ખાતે ઉજવવામાં આવી.
રાજયોગિની બ્રહ્માકુમારી રંજનદીદીએ સુરતથી શરૂ કરેલી આધ્યાત્મિક સેવા યાત્રાના 50 વર્ષ પૂર્ણ થતા વિશ્વવિદ્યાલયના 2000 થી વધુ ભાઈ-બહેનો આ “સુવર્ણ જયંતી સમારોહ– પ્રભુ શરણમ્” નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણીમાં વિશેષ રૂપે બ્રહ્માકુમારી મહેસાણાના ક્ષેત્રીય સંચાલિકા તથા કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષા રાજયોગિની સરલાદીદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચનોથી સભાને સંબોધિત કરી.
સમારોહમાં મંચ પર વિશેષ અતિથિ તરીકે આદરણીય ભ્રાતા નિલેશભાઈ માંડેલવાલા (પ્રમુખશ્રી, ડોનેટ લાઈફ) ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા ચેર મેન રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા, કમાન્ડન્ટ ઓફ હોમ ગાર્ડઝ સુરત શહેર , શ્રી દિનેશભાઈ જોગાણી ઉપ પ્રમુખ લોક દ્રષ્ટિ ચક્ષુબેક,આદરણીય ભગિની અસ્મિતાબેન શિરોયા (ભૂતપૂર્વ મેયર, સુરત) તેમજ આદરણીય ભ્રાતા મનહરભાઈ લાપસીવાલા (પ્રમુખ, મોઢવણીક જ્ઞાતિ) હાજર રહ્યા હતા.રૂહાની સંગીત સંધ્યાથી કાર્યક્રમની સુંદર શરૂઆત થઈ, જેમાં દિલ્હીના મ્યુઝિક ડાયરેક્ટર, કમ્પોઝર તેમજ ગાયક બ્રહ્માકુમાર ચાંદ બજાજભાઈ દ્વારા આધ્યાત્મિક ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી.કાર્યક્રમમાં લોકિક પરિવારના 150 થી વધુ પરિજનો દીદીની સુવર્ણ જયંતી નિમિત્તે હાજર રહ્યા હતા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને 50 વર્ષોની સેવા યાત્રાના દૃશ્યો સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યા.આદરણીય બ.કુ. ફાલ્ગુનીબેન દ્વારા વિશાળ સભાનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે બ્રહ્માકુમારી કાંતાબેન (દમણ) દ્વારા કાર્યક્રમનું મંચ સંચાલન કરવામાં આવ્યું.કાર્યક્રમના અંતે પધારેલા તમામ માટે બ્રહ્મા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

















Recent Comments