અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીના નેતૃત્વમાં અમરેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં વિપક્ષના સૂપડા સાફ

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ
પ્રમુખ શ્રી જગદીભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં
ભાજપનો ભવ્ય વિજય થયો. સમગ્ર રાજ્યની માફક અમરેલી જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીના કુશળ નેતૃત્વમાં
અમરેલી જિલ્લામાં પણ સર્વત્ર કમળ ખીલી ઉઠ્યું. લોકશાહીના આ પર્વમાં જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ પર
મહોર મારતા જિલ્લાની કુલ ૩૪ જિલ્લા પંચાયત બેઠકોમાંથી ૩૧ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો.
અમરેલીના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા પંચાયત વિપક્ષમુક્ત બની છે. જે વિશે વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી
અતુલભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસની રાજનીતિને અમરેલી જીલ્લામાં સર્વત્ર આવકાર મળ્યો છે.
ગુજરાત સરકારના ઉર્જા મંત્રી અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ
ધારાસભ્યોશ્રીઓ શ્રી મહેશભાઈ કસવાળા, શ્રી જનકભાઈ તળાવિયા, શ્રી જે વી કાકડિયા અને શ્રી હીરાભાઈ સોલંકી સહિત ભારતીય
જનતા પાર્ટીના આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની અથાગ મહેનત અને તેમના દ્વારા કરવામાં આવેલા જનહિતના
કાર્યોને કારણે જનતાએ આખા અમરેલી જીલ્લામાં ભાજપને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા.
જિલ્લા પંચાયતની સાથે અમરેલી જીલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જિલ્લાની કુલ ૧૧
તાલુકા પંચાયતોમાંથી ૦૯ તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે જ્યારે જિલ્લાની ૦૬ નગરપાલિકાની ચૂંટણીમાં બધી
નગરપાલિકાઓમાં ભાજપને વિજય મળ્યો હતો. વિશેષ કરીને પ્રથમ વખત અસ્તિત્વમાં આવેલી ધારી નગરપાલિકામાં જનતાએ વિપક્ષને
સદંતર નકારીને ભાજપના શાસન પર પોતાનો ભરોસો પ્રગટ કર્યો છે.

Related Posts