શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય
ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા તથા શ્રી જયવીર ગઢવી સાહેબ ઇન્ચાર્જ પોલીસ
અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અસરકારક કામગીરી
કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી
નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા
સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ પકડ વોરંટમાં ફરાર આરોપી બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ
સોર્સ મારફતે હકીકત મેળવી પકડ વોરંટના આરોપીને તા.૨૯/૦૪/૨૦૨૬ ના અમરેલી ટાઉન ખાતેથી પકડેલ હોય
આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સિટી પો.સ્ટે. ખાતે સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામે આરોપીને આઠમા એડી. ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટ રાજકોટના ફોજદારી
અપીલ નં.-૩૮૩/૨૦૨૨ મુજબનો નેગો એક્ટ ક.૧૩૮ મુજબનો કેસ થયેલ હોય અને જે કામે આરોપી પકડ વોરંટમાં
ફરાર હોય જેને પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી:- હીતેષભાઇ વીનુભાઇ પરમાર ઉવ-૪૯ ધંધો.પ્રા.નોકરી રહે.૫૪ એ સિદ્ધી
વિનાયક સોસાયટી,ચીત્તલ રોડ, અમરેલી
આ કામગીરી શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ તથા શ્રી જયવીર ગઢવી
સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓની સુચના અન્વયે તથા શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા.
એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી,
અના.એ.એસ.આઇ. એ.એમ.સોલંકી તથા અના.હેઙકોન્સ. એસ.કે.શેખ એ રીતેના જોડાયેલ હતા.















Recent Comments