અમરેલી

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અમરેલી, લાઠી રોડ ખાતે આવેલ HDFC બેન્કના ATM માથી હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વીસ કંપનીના કર્મચારીને મળી આવેલ પાકીટમા રહેલ દસ્તાવેજ તથા રોકડ રૂપીયા મુળ માલિકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ

ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં અરજદારોની ગુમ થયેલ મિલકત સત્વરે શોધી મુળ માલીકને પરત કરવા તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્ર્મ સાર્થક કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં મિલકત ગુમના બનાવોમાં સત્વરે મિલકત શોધી મુળ માલીકને પરત કરવા તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ની અમલવારી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.આજરોજ અમરેલી, લાઠી રોડ, ખાતે આવેલ એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ.માથી નૈમીશભાઇ ભદ્રેશભાઇ ભટ્ટ ઉ.વ.૩૧ ધંધો. ડ્રાઈવીંગ રહે, અમરેલી, લાઠી રોડ, તા.જી.અમરેલી વાળા કે જેઓ હીટાચી કેશ મેનેજમેન્ટ સર્વીસ નામની પ્રા.કંપનીમા ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય, ઉપરોક્ત એ.ટી.એમ. મશીનમા કેશ ડીપોઝીટ સબબ ક.૧૦/૩૦ વાગ્યે પહોંચેલ હોય ત્યારે તેમને એક પાકીટ મળેલ હોય જેમાં અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટો તથા એ.ટી.એમ.કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ વી.દસ્તાવેજો હોય જેથી નૈમીશભાઈ અત્રે અમરેલી સીટી પો.સ્ટે.ખાતે આવેલ અને બનાવની જાણ કરતા અમરેલી સીટી પોલીસ દ્વારા ટેકનીકલ સોર્સના માધ્યમથી આધારકાર્ડમા રહેલનામ વાળા વ્યકતીનો સંપર્ક કરતા મુળ માલીક મુકેશભાઇ શામજીભાઈ રાઠોડ ઉ.વ.૬૦ ધંધો.નિવૃત રહે.અમરેલી, સ્વામીનારાયણ નગર, બ્રામ્હણ સોસા.તા.જી.અમરેલી વાળાને અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાાતે બોલાવી પુછપરછ કરતા તેઓ આજરોજ ક.૧૦/૧૦ વાગ્યે એ.ટી.એમ.મા પૈસા ઉપડવા ગયેલ હતા ત્યારે પોતાનું પાકીટ ભુલી ગયેલ હોય જેથી મુળ માલીક મુકેશભાઈ શામજીભાઈ રાઠોડને પાકીટ, તમામ અસલ દસ્તાવેજ તથા રોકડ રૂ.૬૦પ૦/- પરત કરી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરતી અમરેલી સીટી પોલીસ ટીમ.

*આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે*

Related Posts