અમરેલી : સ્થાનિક સ્વરાજની ચુંટણી અંતર્ગત તાજેતરમાં ચુટાયેલા નગરસેવકોની પ્રથમ બોર્ડ મિટીંગ તા. ૧૯/૦૫/૨૦૨૬ ના મંગળવારના
રોજ નગરપાલિકા મિટીંગ હોલ ખાતે બોલાવવામાં આવી હતી .
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ તેમજ અમરેલી જીલ્લા ભાજપ સંકલન સમિતિમાં ચર્ચા વિચારણા કર્યા બાદ અમરેલી
જીલ્લાની ૬ નગરપાલિકાઓમાં હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા ભારતીય જનતા પાર્ટીના
ચુંટાયેલા ઉમેદવારોને માટે વ્હીપ જારી કરવામાં આવેલ.
તે અંતર્ગત જીલ્લા મથક અમરેલી નગરપાલિકામાં અમરેલી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલિયાની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપના
ઉપપ્રમુખ શરદભાઈ પંડયા તેમજ મંત્રી પી.વી. વસાણીએ મેન્ડેટ બજાવ્યો હતો જેમાં પ્રમુખ પદે વૈશાલીબેન સંદીપકુમાર માંગરોળીયા, ઉપ પ્રમુખ
વિરલભાઈ લાભુભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ જયેશભાઈ ઉપાધ્યાય, પક્ષના નેતા સંગીતાબેન હરેશભાઈ ચાવડા અને દંડક દીલુભાઈ
બાબુભાઈ વાળાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.
પ્રથમ વખત બનેલી નગરપાલિકા ધારી ખાતે તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશ કોટડીયાની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભૂતૈયા
તથા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિવ્યેશભાઈ વેકરીયા દ્વરા મેન્ડેટ બજાવ્યો હતો જેમાં પ્રમુખ પદે જયદેવભાઈ ચંપુભાઈ બસીયા, ઉપપ્રમુખ પરેશભાઈ
ભગુભાઈ પટ્ટણી, કારોબારી ચેરમેન પદે પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ પાંચાભાઈ ભુવા,પક્ષના નેતા મનીષાબેન જીતેન્દ્રભાઈ જયસ્વાલ, દંડક તરીકે
જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (જીતું પાઘડાળ) સર્વનુંમતે નિમણુક કરવામાં આવી હતી.
બગસરા નગરપાલિકામાં બગસરા શહેર ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાદરાણી (ઘનાભાઈ ) ની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ
દીપકભાઈ વઘાસિયા તેમજ પ્રભારી બગસરા શહેર ભાજપ પ્રકાશભાઈ કારિયા દ્વારા મેન્ડેટ બજાવ્યો હતો તેમાં પ્રમુખ પદે નિરવભાઈ રમેશભાઈ
ગોંડલીયા, ઉપપ્રમુખ વિપુલભાઈ ભગવાનભાઈ પાથર, કારોબારી ચેરમેન ચિરાગભાઈ સુરેશભાઈ પરમાર, પક્ષના નેતા કરણભાઈ નાગભાઈ વાળા તેમજ
દંડક સોનલબેન રાજેશભાઈ ઢોલરીયા સર્વનુંમતે નિમણુક કરવામાં આવી હતી.
દામનગર નગરપાલિકામાં શહેર ભાજપ પ્રમુખ નરેશભાઈ મકવાણા ની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા અને પૂર્વ
ઉપપ્રમુખ જીલ્લા ભાજપ જીતુભાઈ ડેર દ્વારા મેન્ડેટ બજાવ્યો હતો જેમાં પ્રમુખ પદે ભાવનાબેન મહિપતગીરી ગૌસ્વામી, ઉપપ્રમુખ મીરાબેન મેહુલભાઈ
ચૌહાણ, કારોબારી ચેરમેન વિપુલભાઈ નરશીભાઈ બોખા, પક્ષના નેતા બાલુબેન ભુરાભાઈ સાસલા અને દંડક શ્રદ્ધાબા સંજયભાઈ બારડ સર્વનુંમતે
નિમણુક કરવામાં આવી હતી.
બાબરા નગરપાલિકામાં શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પરવાડીયા ની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા અને જીલ્લા
ભાજપ મંત્રી બ્રિજેશભાઈ કુરુંદલે દ્વારા મેન્ડેટ બજાવ્યો હતો જેમાં પ્રમુખ પદે રંજનબેન રમેશભાઈ પરવાડીયા, ઉપપ્રમુખ યજ્ઞેશભાઈ દીપકભાઈ શુકલ,
કારોબારી ચેરમેન ભરતભાઈ બાબુભાઈ રંગપરા, પક્ષના નેતા શિવરાજભાઇ એભાલભાઈ ખાદા તેમજ દંડક મનીષાબેન પરેશભાઈ સરવૈયા સર્વનુંમતે
નિમણુક કરવામાં આવી હતી.
સાવરકુંડલા નગરપાલિકામાં શહેર ભાજપ પ્રમુખ અનિરુધ્ધસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ માંજરીયા તેમજ
જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી દ્વારા મેન્ડેટ’ બજાવ્યો હતો જેમાં પ્રમુખ પદે નયનાબેન અતુલભાઈ કાપડીયા, ઉપપ્રમુખ નુતનબેન
પરાગભાઈ તન્ના, કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ પરશોતમભાઈ ટાંક, પક્ષના નેતા દિનેશભાઈ બાબુભાઈ રાઠોડ અને દંડક અરવિંદભાઈ શામજીભાઈ
મેવાડા સર્વનુંમતે નિમણુક કરવામાં આવી હતી.
અમરેલી જીલ્લાની નગરપાલિકાઓના નવનિયુક્ત હોદેદારોને જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી રાજ્યના ઉર્જાવન મંત્રી અને અમરેલીના
ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા,
લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જીલ્લા ભાજપ મહામંત્રીઓ રાજુભાઈ ભૂતૈયા, મયુરભાઈ માંજરીયા,
ચેતનભાઈ શિયાળ સહીત જીલ્લા ભાજપના વરિષ્ઠ આગેવાનો તથા હોદેદારોએ અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી છે તેમ જીલ્લા ભાજપના મિડિયા
કન્વીનર વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
















Recent Comments