અમરેલી

ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે એલ.આર.ઈ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

કવેસ્ટ અલાઇન્સ NGO દ્વારા આઈ.ટી.આઈ.માં તાલીમ લેતા તાલીમાર્થીઓમાં એમ્પ્લોયબિલિટી સ્કિલ તથા સોફ્ટ સ્કિલ અને ઉદ્યોગ સાહસિકતાના ગુણ વિકસે તે માટે લર્નિંગ રેકગ્નાઇઝેશન ઇવેન્ટની ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લાની તમામ આઈ.ટી.આઈના વિજેતાઓને પુરસ્કૃત કરવા માટે નોડલ આઈ.ટી.આઈ અમરેલી ખાતે તા.૧૯-૦૫-૨૦૨૬ને મંગળવારના રોજ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિજેતા થયેલા ૨૪ તાલીમાર્થીઓને સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ટી.એમ.ભટ્ટ તથા આઈ.ટી.આઈ લીલીયાના પ્રિન્સિપાલ કુ.વી.ડી.પરીખ, આઈ.ટી.આઈ.જાફરાબાદના પ્રિન્સિપાલ પરમાર અને ક્વેસ્ટ અલાઇન્સના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ઉજ્જવળ કારકિર્દી વિષયક માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ આઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts