તળાજા તાલુકાના કુંઢડા ગામ નજીક આવેલ ગુરુ દત્તાત્રેય આશ્રમ અને ગૌધામ કોટીયા ખાતે ગાયોને ડ્રાયફ્રુટથી બનાવેલી લાપસીનું જમણ આપવામાં આવ્યું હતું.
આ પુણ્યકાર્યમાં ગુરુદત્તાત્રેય આશ્રમના મહંત થાણાપતિ પૂ લહેરગીરીબાપુ અને આશ્રમના સેવકો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
આપણે ત્યાં દર ત્રણ વર્ષે અધિકમાસ આવે છે. આ વખતે પ્રથમ જેઠ મહિનો એ પુરુષોત્તમ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર પુરુષોત્તમ મહિનાના સુદ પક્ષની અગિયારસ એટલે એને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે થતા દાન પુણ્યનું અધિક મહત્વ રહેલું છે .આ મહિમા અનુસાર ગૌધામ કોટિયા ખાતે 500 ઉપરાંત ગૌમાતાઑને ડ્રાયફ્રુટ સાથે લાપસી પ્રસાદનું ભોજન કરાવવામાં આવ્યું હતું.સાથોસાથ ગૌમાતાની પૂજા આરતી પણ કરવામાં આવી હતી.
આ પુણ્યકાર્યમાં આશ્રમના સૌ સ્વયંસેવકો ભાવ અને શ્રદ્ધા સાથે જોડાયા હતા.

















Recent Comments