ગુજરાત

“નાસ્તિ વિદ્યા સમં ચક્ષુ” સુરત મેયરની અનોખી પહેલ: ફૂલ-બુકેને બદલે ‘નોટબુક’ સ્વીકારી અભિવાદન જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને આપશે વેગ 

સુરત નવનિયુક્ત મેયર શ્રીની અનોખી પહેલ: ફૂલ-બુકેને બદલે ‘નોટબુક’ સ્વીકારી અભિવાદન જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને આપશે વેગ સુરતના નવનિયુક્ત મેયર શ્રીમતી માયાબેન ડી. માવાણીએ પદભાર સંભાળતાની સાથે જ લોકસેવા અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે, તેમને શુભેચ્છા પાઠવવા આવતા તમામ નાગરિકોએ ફૂલ-બુકે લાવવાને બદલે શૈક્ષણિક સાધન તરીકે ‘નોટબુક’ અર્પણ કરવી. આ એકત્રિત થયેલી નોટબુક્સ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી તેમના શિક્ષણને વેગ આપવામાં આવશે.”નાસ્તિ વિદ્યા સમં ચક્ષુ”  વિદ્યા સમાન કોઈ આંખ નથી ના સંદેશ સાથે અનોખી પહેલ કરી  મેયરશ્રીના આ સંવેદનશીલ અભિગમને બિરદાવવા સુરતના જાણીતા સામાજિક કાર્યકર્તા અને યોગા ટીચર શ્રી સુરજભાઈ મિયાણી તથા તેમની ટીમે મેયરશ્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પુષ્પગુચ્છના સ્થાને નોટબુક અર્પણ કરીને આ ઉમદા અને નવતર પ્રયોગમાં ઉત્સાહભેર સહભાગી બની શુભેચ્છાઓ પાઠવી હતી.

“સામાજિક ઉત્તરદાયિત્વ સાથેની આ નાનકડી શરૂઆત અનેક જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ પાથરશે.”શ્રીમતી માયાબેન માવાણી (મેયર, સુરત) શિક્ષણને પ્રોત્સાહન, બગાડને અટકાવ: સુરતભરમાં પ્રશંસનીય પહેલ ફૂલો કરમાઈ જશે, પણ જ્ઞાનનું આ નાનકડું યોગદાન કોઈક બાળકના જીવનમાં કાયમી સુધારો લાવશે.સા વિદ્યા યા વિમુક્તયે જે મુક્તિ અપાવે તે સાચી વિદ્યા છે ના વિચાર ને પ્રસ્તુત કરતી અનોખી પહેલ કરતા સમગ્ર સુરત ભર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓ દ્વારા જોત જોતા માં હજારો ની સંખ્યા માં નોટબુક એકત્રિત થવા લાગી હતી આ ઉમદા આચરણ ની સર્વત્ર સરાહના થઈ રહી છે

Inb

Related Posts