અમરેલી

“તમાકુને કહો ના, જિંદગીને કહો હા”, સરકારી આઈ.ટી.આઈ અમરેલી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

વિશ્વ તમાકુ નિષેધ દિવસ (૩૧ મે) નિમિત્તે સરકારી આઈ.ટી.આઈ. અમરેલી ખાતે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ “તમાકુને કહો ના, જિંદગીને કહો હા” વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.

સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં માદલીયા સુહાનીએ પ્રથમ, વેગડા ડિમ્પલે દ્વિતીય અને ધંધુકિયા મીતે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

તા. ૧ જૂન, ૨૦૨૬ના રોજ સરકારી આઈ.ટી.આઈ. અમરેલી ખાતે જાહેર આરોગ્ય કચેરી, અમરેલીના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના ફોરમેન ઇન્સ્ટ્રક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને પાન, મસાલા, ગુટખા, માવો સહિતના તમાકુજન્ય વ્યસનોના દૂષણો અંગે માહિતગાર કર્યા હતા તેમજ વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં તમાકુ અને અન્ય વ્યસનો પ્રત્યે જાગૃતિ લાવી સ્વસ્થ, નિરોગી અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો. તેમ આચાર્યશ્રી આઈ. ટી. આઈ અમરેલી એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts