વિડિયો ગેલેરી

ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪ જૂનના રોજ યોજાશે

જૂન – ૨૦૨૬નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૬/૨૦૨૬ ને બુધવારના રોજ સંબંધિત
મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ ઉમરાળા ખાતે,
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી શિહોર તથા પોલીસ અધિક્ષકશ્રી નીતેશ કુમાર પાંડેય ભાવનગર શહેર
ખાતેના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના
અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજૂઆત,
જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઈલ નંબર
સાથે તા.૧૦/૦૬/૨૦૨૬ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધીત તલાટી કમ
મંત્રીશ્રીને રજૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts