ભાવનગર

ભાવનગરના શામપરા (સીદસર) ખાતે ૫ જૂનના રોજ ‘એક પેડ મા કે નામ ૩.૦’ અંતર્ગત ૫૫૧ વૃક્ષોનું ભવ્ય મહા-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે

પર્યાવરણની સુરક્ષા, સંવર્ધન અને વન સંરક્ષણના ઉમદા હેતુસર આગામી તા. ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના પાવન અવસરે ભાવનગર જિલ્લાના શામપરા (સીદસર) ખાતે એક ભગીરથ પ્રકૃતિ
મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા કે નામ સંકલ્પથી તેમજ
કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ‘એક પેડ મા કે નામ ૩.૦’, ‘એક વૃક્ષ એક સંકલ્પ’ અને
‘હરિયાળું ભાવનગર’ ના પ્રેરણાદાયી સૂત્ર સાથે સામાજિક વનીકરણ વિભાગ, બોટાદ દ્વારા ૫૫૧ વૃક્ષોનું મહા-
વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે.
આ પ્રકૃતિ મહોત્સવ અંતર્ગત ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણીયાની રૂ.
૧૦ લાખની સાંસદ નિધિના સહયોગથી કુલ ૫૫૧ જેટલાં વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય
ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે હરિયાળી ચાદર વધારવા અને ભાવનગર જિલ્લાના પર્યાવરણીય સંતુલનને વધુ મજબૂત
બનાવવાનો છે.
સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા વૃક્ષોનો ઉછેર, વાવેતર અને જાળવણી કરવામાં આવશે.
તા.૦૫/૦૬/૨૦૨૬ને શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યે શામપરા, સિદસર, તા. જી. ભાવનગર ખાતે ૫૫૧ વૃક્ષોનું મહા-
વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણીયા તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ,
ધારાસભ્યશ્રીઓ તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણની આ ઝુંબેશને વેગ આપશે.

Related Posts