મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં ગંભીર
પ્રકારના શરીર સંબધી તથા ભરણપોષણની રકમ આપવામાં કસુર કરી તેમજ નેગોશીએબલ વોરંટના કામે કોર્ટની મુદતે હાજર રહેતા ન હોય અને પકડ
વોરંટ તથા સજા વોરંટ ઇશ્યુ થયેલ હોય તેવાં આરોપીઓને પકડી પાડી વોરંટની ફરજિયાતપણે બજવણી કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં કોર્ટ મુદતે હાજર રહેતા ન હોય તેવાં વોરંટના આરોપીઓને શોધી
કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
નામદાર ફેમીલી કોર્ટ સાવરકુંડલાના પરચુરણ ફોજદારી અરજી નં-૧૭/૨૦૨૬ ના કામે આરોપી વિરૂધ્ધ ૨૨૦
દિવસની સાદી સજાનું વોરંટ ઇશ્યુ થયેલ હોય જે વોરંટના કામે આરોપી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય અને
ભરણપોષણની રકમ આપવામાં કસુર કરેલ હોય જેથી આરોપી વિરૂધ્ધ ૨૨૦ દિવસની સજાનું વોરંટ ઇશ્યુ થયેલ હોય જે સજા વોરંટના કામે નાસતા ફરતાં
આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ રાખવાં રાજુલા ડીવીઝનના મ્હે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબનાઓએ જરૂરી સુચના અને
માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વિ.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ રાજુલા પો.સ્ટેના હેઙ.કોન્સ વિજુભાઇ ગોહિલ
તથા પો.કોન્સ લાલાભાઇ ગોહિલ તેમજ પ્રતાપભાઇ મેગળ નાઓને મળેલ બાતમી હકિકત આધારે સજા વોરંટના નીચે જણાવેલ આરોપીને રાજુલા
વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) વિજયભાઇ પુંજાભાઇ બાબારીયા ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.વડલી તા.રાજુલા જી.અમરેલી
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વિ.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના
વાવેરા બીટ હેઙ.કોન્સ વિજુભાઇ કુંભાભાઇ ગોહિલ તથા પો.કોન્સ લાલાભાઇ ગોહિલ તેમજ પો.કોન્સ. પ્રતાપભાઇ મેગળ દ્રારા કરવામાં આવેલ છે.
















Recent Comments