ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે દામનગર પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૬૦૦૧૭/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૩૨૯(૩), ૫૪
મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ત્રણ મહિનાથી
નાસતા ફરતા લાલશાહીના લીસ્ટેડ આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ
આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ દામનગર સ્ટેશનમાં સોંપી આપેલ
છે.
પકડાયેલ આરોપીઃ –
સુમીત ઉર્ફે ટકો બાલાભાઇ નાવડીયા, ઉ.વ.૨૩, રહે.દામનગર, તા.લાઠી, જિ.અમરેલી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ. અશોકભાઇ કલસરીયા,
રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી તથા પો. કોન્સ. જયરાજસિંહ બારડ દ્વારા
કરવામાં આવેલ છે.

















Recent Comments