અમરેલી

સાવરકુંડલા અમદાવાદ વાયા લીલીયા એસ.ટી બસ સેવા દામનગર થી ટીમ્બિ રૂટ આવરી ચલાવાય તો દર્દી ઓ માટે આશીર્વાદ રૂપ બને

દામનગર સાવરકુંડલા થી અમદાવાદ તરફ જતી એસટી રૂટ દામનગર થી ટીબી રૂટ તરફ ચલાવવા રજુઆત તાજેતર માં પરિવહન વિભાગ દ્વારા સાવરકુંડલા વાયા લીલીયા દામનગર થી ઢસા ગઢડા બોટાદ તરફ થી અમદાવાદ જતી એસ ટી બસ ને દામનગર થી ધ્રુફણીયા ઉમરડા લીમડા થી ધોળા ટીબી રૂટ થી ચલાવાય તો દર્દી નારાયણ માટે આશીર્વાદ રૂપ બની શકે અને પૂરતો ટ્રાફિક મળી શકે મોટા ભાગ ની પરિવહન સેવા ઢસા ગઢડા સ્વામીના બોટાદ તરફ થી ચાલતી હોય છે આ પંથક ના ખારાપાટ ના લીલીયા ગુંદરણ હરિપર ઈંગોરાળા હાવતડ દામનગર ધ્રુફણીયા ઉમરડા સહિત દામનગર આસપાસ ના દર્દી ઓને માનવ સેવા ટ્રસ્ટ ની તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવા પ્રદાન કરતી હોસ્પિટલ નો લાભ સહેલાય થી મળી શકે સમય પણ અનુકૂળ બની સવારે વહેલા ૬-૦૦ કલાકે સાવરકુંડલા થી પ્રસ્થાન થતી સાવરકુંડલા – અમદાવાદ એસ ટી સવાર માં ૭-૩૦ આસપાસ દામનગર પહોંચે તો સમગ્ર પંથક ના દર્દી ઓ સમયસર હોસ્પિટલ પહોંચી શકે આ અંગે પરિવહન વિભાગ માં જાગૃત નાગરિક નટવરલાલ ભાતિયા એ વિસ્તૃત પત્ર ડી સી સહિત સબંધ કરતા તંત્ર ને પાઠવ્યો છે તેમજ દામનગર પંથક માં બંધ કરાયેલ અનેક એસ ટી રૂટ પૂર્વવત શરૂ રાખવા વિનંતી કરી છે

Related Posts