ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ
રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે વડીયા તાલુકાના મોટી કુંકાવાવ
ગામે, શિવનગર પાછળના વિસ્તારમાં જુગાર અંગે રેઇડ દરમિયાન પાંચ ઇસમોને
જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ
રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર
ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની
કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) આકાશભાઇ ઉર્ફે કાળો પ્રતાપભાઇ સોલંકી, ઉ.વ.૨૭, રહે.મોટી કુંકાવાવ,
તા.વડીયા, જિ.અમરેલી
(૨) વૈભવભાઇ ઉર્ફે ચિન્ટુ દિનેશભાઇ ગોસાઇ, ઉ.વ.૩૦, રહે.મોટી કુંકાવાવ, તા.વડીયા,
જિ.અમરેલી
(૩) જગદીશભાઇ ચંદુભાઇ સોલંકી, ઉ.વ.૩૩, રહે.મોટી કુંકાવાવ, તા.વડીયા,
જિ.અમરેલી
(૪) કમલેશભાઇ મધુભાઇ રાઠોડ, ઉ.વ.૩૪, રહે.મોટી કુંકાવાવ, તા.વડીયા, જિ.અમરેલી
(૫) ઇલીયાસભાઇ આમદભાઇ રાઠોડ, ઉ.વ.૫૭, રહે.મોટી કુંકાવાવ, તા.વડીયા,
જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૩૪,૨૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- તથા એક
હાથબત્તી કિં.રૂ.૫૦/- મળી કુલ કિં.રૂ.૩૪,૨૫૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ.
હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.



















Recent Comments