અમરેલી

થેરાપ્યુડીક વેલ્નેસ સેન્ટર રાજકોટના એકસ્પર્ટ ની સેવા એ દામનગર માધવ કલા વૃંદ આયોજિત નેચરો થેરાપી કેમ્પ યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર સાંસ્કૃતિક હોલ ખાતે શ્રી માધવ કલા વૃંદ દામનગર દ્વારા પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ ના નિષ્ણાંત તબીબ ડો પ્રતિભાબેન રાજકોટ ડો ઉત્તમ પટેલ રાજકોટ ની તબીબી સેવા એ નેચરો થેરાપી કેમ્પ યોજાયો દામનગર શહેર અને આજુબાજુની ગ્રામ્ય જનતા વડીલો એ બહોળા પ્રમાણ માં લાભ મેળવ્યો માધવ કલા વૃંદ-દામનગર દ્વારા ફ્રી સ્માર્ટ નેચરોથેરાપી કેમ્પ માં અનેક પરેશાનીઓ ધરાવતા દર્દીઓને “થેરાપ્યુડીક વેલ્નેસ સેન્ટર”-રાજકોટના એકસ્પર્ટ થેરાપીસ્ટ કોચ દ્વા૨ા ”સ્માર્ટથે૨ાપી અને સ્માર્ટ ડીવાઈસ” દ્વારા શરીરના જટીલ દુ:ખાવાની અસરકારક સારવાર કોઈપણ પ્રકારની આડઅસર વગર કરવામાં આવી હતી

ગોઠણનો દુઃખાવો.ગરદનનો દુ:ખાવો. સાંધાનો દુઃખાવો.

સ્નાયુનો દુઃખાવો.કમરનો દુ:ખાવો.સાયટીકાનો દુઃખાવો.ગોટલા ચડવા ખાલી ચડવી નસ દબાવી પેરાલીસીસ સ્કિનની તકલીફ પાચનની તકલીફ બી.૧૨ ની ઉણપ જેવી અનેક મુશ્કેલીઓ અંગે નિષ્ણાંત તબીબી મારદર્શન અપાયું હતું આ સેવા યજ્ઞ નો પ્રારંભ દીપ પ્રાગટય કરી અભયભાઈ હકાણી સહિત ના વરદહસ્તે કરાયું હતું જેમાં સ્થાનિક અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી નું કલા વૃંદ પરિજનો એ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું આ સેવાયજ્ઞ ભાગવતાચાર્ય કપિલભાઈ જોશી હરજીભાઈ નારોલા ભગવાનભાઈ નારોલા અમરશીભાઈ નારોલા ધીરૂભાઇ નારોલા પ્રીતેશભાઈ નારોલા સતીષગિરી ગોસ્વામી ધ્રુવભાઈ ભટ્ટ જીતુભાઇ નારોલા જિલ્લા બેંક ના રાજુભાઇ રિજિયા એડવોકેટ ઇતેશ મહેતા ભરતભાઇ રાજ્યગુરુ ભરતભાઇ ભટ્ટ દેવચંદભાઈ આલગિયા સુરેશભાઈ મકવાણા ચિરાગ સોલંકી કોશિકભાઈ બોરીચા વિનુભાઈ જયપાલ  સિનિયર સીટીઝન ટ્રસ્ટ પરિવાર શ્રી વેંજનાથ મહાદેવ સેવક સમુદાય શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ ગાયત્રી પરિજન ની સેવા થી સેવા યજ્ઞ દિપી ઉઠ્યો હતો દામનગર સહિત દૂરસદુર અનેક ગ્રામ્ય પંથક ના દર્દી નારાયણ ની પીડા દૂર કરવા આશીર્વાદ રૂપ માધવ કલા વૃંદ ના નેચરો થરાપી કેમ્પ ને ભવ્ય સફળતા મળી હતી 

Related Posts