અમરેલી

વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ કિં.રૂ.૧,૨૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી,
તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા
અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય,
તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી
પાડી, મોટર સાયકલ અંગે મજકુરની સઘન પુછ પરછ કરતા પોતે અમરેલી સીટી,
અમદાવાદ શહેર, રાજકોટ શહેર તથા ભાવનગર જિલ્લામાંથી કુલ – ૪ મોટર
સાયકલોની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, મજકુર ઇસમે ચોરી કરેલ મોટર
સાયકલો કબ્જે કરી, ચોરીના મોટર સાયકલ અંગે અમરેલી સીટી પો.સ્ટે.-૧, નરોડા
પો.સ્ટે. (અમદાવાદ શહેર) -૧, પ્રદ્યુમનનગર પો.સ્ટે. (રાજકોટ શહેર ) -૧ મળી રજી.
થયેલ કુલ – ૩ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા
મળેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-
જેન્તી ઉર્ફે પાયલ ઉર્ફે પાયલો હરજીભાઇ ઉર્ફે હરગોવન ઉર્ફે બાબુભાઇ બારીયા
(ડામોર), ઉ.વ.૩૫, રહે. સાવરકુંડલા, પીકઅપ બસ સ્ટેશન પાસે, તા.સાવરકુંડલા,
જિ.અમરેલી મુળ રહે.નવા હિરાટીંબા ફળીયુ, તા.માલપુર જિ.અરવલ્લી.

 આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલઃ-
(૧) એક હિરો કંપનીનું CB Shine મોટર સાયકલ જેના રજી. નંબર GJ-03-LC-3639
કિં.રૂ.૪૦,૦૦૦/-
(૨) એક હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નંબર GJ-01-VM-
7648 કિં.રૂ.૩૫,૦૦૦/-
(૩) એક હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નંબર GJ-03-JG-
5387 કિં.રૂ.૨૦,૦૦૦/-
(૪) એક હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નંબર GJ-04-DH-
3239 કિં.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૧,૨૫,૦૦૦/-
 આરોપીએ ગુનાઓની આપેલ કબુલાતની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં પોતે નીચે મુજબના મોટર
સાયકલ ચોરીઓના ગુનાઓની કબુલાત આપેલ છે.
(૧) આજથી આશરે દશેક દિવસ પહેલા અમરેલી શહેર, બહુમાળી ભવનના દરવાજા
સામેથી એક હિરો કંપનીનું CB Shine મોટર સાયકલ રજી. નંબર GJ-03-LC-3639 ની
ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા અમરેલી સીટી
પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૫૩૭/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૩(૨)
ગુનો રજી થયેલ છે.
(૨) આજથી આશરે એકાદ વર્ષ પહેલા અમદાવાદ શહેર વસંતપુરામાંથી હીરો કંપનીનું
સ્‍પ્‍લેન્‍ડર પ્લસ મોટર સાયકલ રજી. નંબર GJ-01-VM-7648 ની ચોરી કરેલ
હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા નરોડા પો.સ્ટે (અમદાવાદ
શહેર) ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૫૨૬૦૪૪૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)
મુજબ ગુનો રજી થયેલ છે.
(૩) આજથી આશરે ચારેક મહીના પહેલા રાજકોટ શહેર, પોપટપરા વિસ્તારમાંથી હીરો
કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્લસ મોટર સાયકલ રજી. નંબર GJ-03-JG-5387 ની ચોરી
કરેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા પ્રદ્યુમનનગર પો.સ્ટે
(રાજકોટ શહેર) ગુ.ર.નં.૧૧૨૦૮૦૪૪૨૬૦૪૮૦/૨૦૨૬, બી.એન.એસ. કલમ
૩૦૩(૨) મુજબ ગુનો રજી થયેલ છે.
(૪) આજથી આશરે આંઠેક મહીના પહેલા ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી
હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નંબર GJ-04-DH-3239 ની
ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ.
 ગુન્‍હો કરવાની રીતઃ-

પકડાયેલ આરોપી મજુરી અર્થે અલગ અલગ શહેર/જિલ્લાઓમાં
જતો અને મજુરી કામ માટે ત્યાં રોકાતો અને જયારે મજુરી કામ પુર્ણ કરી જવાનું હોય
તે પહેલા જે જગ્યાએ રોકાયેલ હોય તે વિસ્તારની આજુ બાજુના વિસ્તારમાં હેન્ડલ લોક
વગરના પાર્કીંગમાં પડેલ મોટર સાયકલ ડાયરેકટ કરીને બાદમાં ચોરી કરીને લઇ
જવાની ટેવ વાળો છે.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ,
રાહુલભાઇ ચાવડા, જીજ્ઞેશભાઇ અમરેલીયા તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા,
રાહુલભાઇ ઢાપા, સલીમભાઇ ભટ્ટી, મહેશભાઇ મુંધવા, કિશનભાઇ આસોદરીયા,
અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી, જનકભાઇ હીમાસીયા, દશરથસિંહ
સરવૈયા, કેતનભાઇ ગરણીયા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts