વડોદરા ગ્રામ્ય ગોરજ ખાતે આવેલ મુનિ આશ્રમ કેન્સર હોસ્પિટલ ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી નું સી ઇ ઓ આદિત્યજી ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું શુભેચ્છા મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ને હોસ્પિટલ ની સેવા થી અવગત કરતા સી ઇ ઓ આદિત્યજી એ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરાંત મધ્ય પ્રદેશ રાજસ્થાન સહિત અનેકો આંતરરાજ્ય માંથી આવતા અસાધ્ય કેન્સર જેવી ગંભીર બીમારી માં સપડાયેલા દર્દી નારાયણ ની સેવા સારવાર કરતી પરમ વૈરાગી સતી રત્ન અણુબહેન ની પાવન નિશ્રા માં ચાલતા આરોગ્ય મંદિર થી ખૂબ પ્રભાવિત થતા સ્વામીજી એ અંતર થી રાજીપો વ્યક્ત કર્યો હતો હોસ્પિટલ ના મેનેજમેન્ટ સેવા ઓ સારવાર નિહાળી હતી નિરામય આરોગ્ય મેળવી સંતોષ સાથે રજા લેતા દર્દી નારાયણો સાથે સંવાદ કર્યો અને દેવદૂત સમાં ટ્રસ્ટી ઓ સહિત ઉદારદિલ દાતા પરિજનો પ્રત્યે સાધુવાદ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોગ્ય ધામ માં જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રી ડો જગદીશભાઈ ત્રિવેદી રજનીકુમાર પંડયા સહિત અનેક નામાધ વ્યક્તિ આ સંસ્થાન માં તનમનધન થી જોડાયેલા છે
ગોરજ મુનિ આશ્રમ કેન્સર હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા

















Recent Comments