અમરેલી

સાવરકુંડલાના વિદ્યુતનગરમાં પોલિયો બૂથ યોજાયું: નગરપાલિકા સદસ્યની ઉપસ્થિતિ

તાલુકા હેલ્થ કચેરી દ્વારા સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 6 માં આવેલ વિદ્યુતનગર વિસ્તારની કોમલબેનની આંગણવાડી ખાતે રવિવારે “પોલિયો બૂથ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અર્બન હેલ્થ સેન્ટરના FHW વૈશાલીબેન બારૈયા, આશા વર્કર જયશ્રીબેન આચાર્ય તથા નર્સિંગ તાલીમાર્થીઓ ક્રિષ્નાબેન કાછડ અને નીતાબેન બાંભણીયા સહિતની આરોગ્ય ટીમ હાજર રહી હતી.

​મહેમાનો અને આરોગ્ય ટીમના હસ્તે વિસ્તારના નાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ તકે નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ વાલીઓને પોતાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરી હતી. સ્થાનિક વાલીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આ અભિયાનને સફળ બનાવ્યું હતું.

Related Posts