ગુજરાત

રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

બાળલકવા નાબૂદી માટે “પલ્સ પોલિયો અભિયાન” અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો રસી ના ટીપાં પીવડાવીને પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

આ અભિયાન અંતર્ગત રાજ્યના ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૪૯ હજારથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે.
આ હેતુસર રાજ્યભરમાં ૩૨,૯૯૭ પોલિયો બુથ પરથી આરોગ્ય વિભાગના ૬,૫૯૯ સુપરવાઇઝર્સના માર્ગદર્શનમાં કુલ ૬૫,૯૯૪ આરોગ્ય ટીમ બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.

૨૮ જૂન ૨૦૨૬ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એટલું જ નહિ તારીખ ૨૯ અને ૩૦ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા ની ઉપસ્થિતિ માં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ

ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષ દવે, આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર ડો. રતનકવર ગઢવી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts