ગુજરાત

વિચારો નું વાવેતર સીમંત પ્રસંગે વૃક્ષારોપણ સામાજિક સંરચના માં વધાસિયા પરિજનો ની અનોખી પહેલ “આદર્શ ગર્ભ સંસ્કાર”

સુરત  સારો સંકલ્પ જ સારા વિચારો થી પ્રારંભાય છે બાળક ના જન્મ પહેલા જ શ્વાસનું ઋણ ચૂકવતી એક મા : આ છે એક મા, એક વૃક્ષ અભિયાન : સંકલ્પ જ સંસ્કારથી શરૂ થયો અને વઘાસિયા પરિવારના પુત્રવધૂ, સુરતના શ્રીમતી ધારાબેન અક્ષયભાઈ વઘાસિયા એ આજે સીમંત વિધિના પાવન અવસરે માત્ર રિવાજ નિભાવ્યો નથી, સમાજને એક નવો રાહ પણ બતાવ્યો છે.ધારાબેનનું હૈયું આજે બે જીવ માટે ધબકતું હતું. એક, ગર્ભમાં ઉછરતા એના અજન્મા બાળક માટે. અને બીજું, એ બાળકને જે ધરા પર ઉછરવાનું છે તે ધરતી માતા માટે.ગર્ભસંસ્કારથી હરિયાળી ક્રાંતિ સુધીની પહેલ…ભારતીય સંસ્કૃતિ હંમેશા કહે છે કે ગર્ભસંસ્કાર એ આવનારા બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. પરંતુ ધારાબેને આ સંસ્કારને માત્ર શબ્દો સુધી સીમિત ન રાખ્યો પરંતુ સંસ્કાર ને સિધ્ધ કરી બતાવ્યા.

બેબી શાવર અને પ્રી-વેડિંગ જેવી પશ્ચિમી ચાલની ભીડમાંથી અલગ તરીને, ધારાબેન વઘાસિયા એ આજે ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત ના સહયોગથી કર્ણભૂમિની ધરતી પર વૃક્ષારોપણ કર્યું.ધારાબેન માટે આ હરિયાળી ફક્ત વૃક્ષોની નથી. આ તો ધરતી માતા નું ઋણ છે. આવનારા બાળકના ધબકતા શ્વાસે શ્વાસનું મૂલ્ય છે. એમનો આ સંકલ્પ એ જીવંત પ્રતિબિંબ છે કે, મારા બાળકના દરેક શ્વાસ માટે, આજથી જ વૃક્ષો રોપીને ઋણ ચૂકવું છું..

ગર્ભસંસ્કારનો સૌથી મોટો અર્થ શું…?શાસ્ત્રો કહે છે કે ગર્ભસંસ્કાર એટલે માતાના વિચાર, સંગીત અને સંસ્કારથી બાળકનું ઘડતર. પણ ધારાબેન વઘાસિયા એ તો આ વ્યાખ્યાને વિસ્તારી દીધી છે. એમના માટે ગર્ભસંસ્કાર એટલે પોતાના બાળક માટે પૃથ્વીને રહેવા લાયક બનાવવી. બાળક ના આવતા પહેલા જ એના શ્વાસનું ઋણ ચૂકવી દેવું. એક વૃક્ષ વાવવું એટલે એક જીવનનું આયોજન કરવું.પ્રેરણાનો પાઠ એટલે બદલો લેવાનું બહાનું કે નહીં વિચાર પણ વિચાર બદલી દેવાની વાત….આજે જ્યારે ઘણા પરિવારો બાહ્ય આડંબર તરફ દોડી રહ્યા છે, ત્યારે ધારાબેન વઘાસિયાએ પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંસ્કારનું સુંદર સમન્વય કરી બતાવ્યું છે…

એમણે સાબિત કર્યું કે સીમંત વિધિનો સાચો અર્થ એટલે જીવનનું રોપણ કરવું પોતાના બાળક માટે અને આવતી પેઢી માટે પણ.એમણે કહ્યું, _”મારા બાળકને હું સોનાના દાગીના નહીં, પણ શુદ્ધ હવાનો વારસો આપવા માંગુ છું. મિત્રો આ અંત નથી, આરંભ છે.ધારાબેન ના આ અભિયાનની હજુ તો શરૂઆત છે બાળક નો જન્મ થશે આવતા વર્ષોમાં અર્થાત દર જન્મદિવસે પૃથ્વી ને આવીજ રીતે ભેટ સોગાદ આપશે…

ધારાબેનના આ સંકલ્પથી પ્રેરાઈને આજથી એક નવો સંદેશ આપણે સૌએ ગજવવો જોઈએ “એક મા, એક વૃક્ષ” 

હા મિત્રો, જેમ દરેક બાળકના જન્મ પહેલા તેના નામની કુંડળી બને છે, તેમ એના નામનું એક વૃક્ષ પણ વાવવું જોઈએ.. એક મા, એક વૃક્ષ” એટલે કે.એક મા નો સંકલ્પ  એક બાળકનું સ્વચ્છ ભવિષ્ય  એક હરિયાળી ધરતી બાળકને પારણું નહીં, પણ પૃથ્વીનો વારસો આપો.બેબી શાવરની જગ્યાએ વૃક્ષ વાવો.એક વૃક્ષ વાવનાર હાથ, આવનારી સો પેઢીને છાંયો આપે છે.ધારાબેન અક્ષયભાઈ વઘાસિયા અને સમગ્ર વઘાસિયા પરિવારને હૃદયના ઊંડાણથી કોટી કોટી વંદન  આપનો આ એક સંકલ્પ હજારો ઘરોમાં ચેતના જગાડે. સુરતથી શરૂ થયેલી આ “હરિયાળી ક્રાંતિ” ગુજરાતના દરેક ગામ, દરેક શહેરની જનેતા સુધી પહોંચે.અને છેલ્લા એક દાયકાથી  વૃક્ષારોપણ કરતી ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ ને પણ સલામ કે જેના સહયોગથી આ પુણ્યકાર્ય શક્ય બન્યું ધારાબેન, તમારા બાળકનો દરેક શ્વાસ સુગંધિત રહે. અને તમારા વાવેલા દરેક વૃક્ષની જેમ તમારું નામ પણ સદા હરિયાળું રહે

Related Posts