ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ધમાકેદાર ઇનિંગ્સ રમી છે. તા. ૦૭ જુલાઈ,
૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ કલાકે પૂર્ણ થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો
વરસાદ વરસતાં સમગ્ર જિલ્લામાં હરખ અને હરિયાળીની આશા છવાઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં
સરેરાશ ૭૯.૬૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં સૌથી વધુ ૧૫૬ મિ.મી. વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો છે. ભાવનગર તાલુકામાં ૧૧૪ મિ.મી.,
શિહોરમાં ૧૧૩ મિ.મી., ગારીયાધારમાં ૮૬ મિ.મી., ઉમરાળામાં ૮૦ મિ.મી., વલ્લભીપુરમાં ૫૭ મિ.મી., મહુવામાં ૫૫
મિ.મી., પાલીતાણામાં ૫૨ મિ.મી., જેસરમાં ૪૮ મિ.મી. અને તળાજામાં ૩૫ મિ.મી. વરસાદ નોંધાયો છે.
આ વરસાદથી જળાશયો, નદીઓ અને ખેતરોમાં નવી આશાનો સંચાર થયો છે. ખેડૂતોમાં ખુશીની લાગણી
જોવા મળી રહી છે અને ખરીફ પાક માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.
ચાલુ વર્ષમાં આજદિન સુધી જિલ્લામાં સરેરાશ કુલ વરસાદ ૩૦.૪૨ મિ.મી. નોંધાયો છે.
તાલુકાવાર આંકડાઓ મુજબ મહુવા તાલુકો ૩૩૩ મિ.મી. વરસાદ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ
ઘોઘા (૨૩૯ મિ.મી.), ગારીયાધાર (૨૨૭ મિ.મી.), ભાવનગર (૨૧૫ મિ.મી.), જેસર (૨૧૦ મિ.મી.), ઉમરાળા (૧૯૫
મિ.મી.), શિહોર (૧૬૫ મિ.મી.), પાલીતાણા (૧૬૨ મિ.મી.), વલ્લભીપુર (૧૩૮ મિ.મી.) અને તળાજા (૮૯ મિ.મી.)નો
ક્રમ આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જિલ્લામાં વર્ષ ૨૦૨૧માં ૭૭૩ મિ.મી., વર્ષ ૨૦૨૨માં
૭૧૦ મિ.મી., વર્ષ ૨૦૨૩માં ૮૪૬ મિ.મી., વર્ષ ૨૦૨૪માં ૯૩૯ મિ.મી. તથા વર્ષ ૨૦૨૫માં ૧,૧૩૬ મિ.મી. વરસાદ
નોંધાયો હતો. છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ વરસાદ ૭૬૭ મિ.મી. રહ્યો છે.
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ૨૪ કલાકમાં સરેરાશ ૭૯.૬૦ મિ.મી. વરસાદથી ધરતી થઈ તરબતર














Recent Comments