જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા આગામી તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ આઈ.ટી.આઈ. સાવરકુંડલા ખાતે એક ભવ્ય મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મુખ્યત્વે બે કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં ‘ઈ.ડી.એફ. ઇન્ટરનેશનલ નેટવર્ક્સ’ કંપનીમાં ‘સ્માર્ટ મીટર ઇન્સ્ટોલર’ ની પોસ્ટ માટે ઈલેક્ટ્રીશ્યન અથવા વાયરમેન ટ્રેડની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. જ્યારે ‘ક્રેડિટ એક્સેસ, સાવરકુંડલા’ કંપનીમાં ‘ટ્રેનીંગ સેન્ટર મેનેજર’ ની પોસ્ટ માટે ધોરણ-૧૦ પાસથી લઈને સ્નાતક (ગ્રેજ્યુએટ) સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. જરૂરી યોગ્યતા અને રસ ધરાવતા તમામ ઉમેદવારોને તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. સાવરકુંડલા ખાતે જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા સાવરકુંડલા આઈ.ટી.આઈ આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આઈ.ટી.આઈ. સાવરકુંડલા ખાતે તા. ૨૩ જુલાઈએ મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન

















Recent Comments