સાવરકુંડલા સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા જે. વી. મોદી હાઈસ્કૂલ ખાતે આજે, તા. ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભારતીય માનાંક બ્યુરો (BIS)ના સ્ટાન્ડર્ડ ક્લબ અંતર્ગત ‘માનાંક લેખન સ્પર્ધા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ગુણવત્તા, સુરક્ષા અને માનકો પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં ઉપયોગી એવા ‘પ્રેશર કુકર’ વિષય પર ભારતીય માનકો (Indian Standards)ના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસપૂર્ણ, સર્જનાત્મક અને વિશ્લેષણાત્મક લેખન રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની લેખન ક્ષમતા અને વિષય જ્ઞાનનો સુંદર પરિચય આપ્યો હતો.
ગુણવત્તા અને ગ્રાહક જાગૃતિ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન
આ પ્રસંગે BIS (રાજકોટ)ના અધિકારી શ્રી અભિનવ સિંધે મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતીય માનાંક બ્યુરોની કાર્યપદ્ધતિ, ગુણવત્તાનું મહત્વ, ઉપભોક્તા જાગૃતિ તથા રોજિંદા જીવનમાં પ્રમાણિત ચીજવસ્તુઓના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને માહિતીસભર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ શાળાની સંગીત ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી મધુર પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી જીતુભાઈ ભટ્ટે સ્વાગત પ્રવચન કરી, મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું કુશળ અને અસરકારક સંચાલન શ્રી કૃણાલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે શાળામાં કાર્યરત BIS સ્ટાન્ડર્ડ ક્લબનું સુંદર માર્ગદર્શન મેન્ટર શ્રી સાવજ નીતિન તથા શ્રી હરેશભાઈ ગુજરાતી દ્વારા પૂરું પાડવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર શિક્ષકવૃંદ અને કર્મચારીગણે જિહાદી પરિશ્રમ કરી નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર પીરસવામાં આવ્યો હતો.
કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી જીતુભાઈ ભટ્ટે સમગ્ર આયોજક ટીમ અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આવા ગુણવત્તાલક્ષી કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માનકો અને સુરક્ષા પ્રત્યેની સમજ વધુ સુદૃઢ બને છે.













Recent Comments