અમરેલી

હઠયોગી ખડેશ્વરી તપોમૂર્તિ ઘનશ્યાગીરીબાપુ ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ની દિવ્ય ઉજવણી થશે “ભલા થવા ભલું કરો વૃક્ષ સમાંતર ફળ અને છાયો આપતા રહો”

દામનગર શહેર ના ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ ની રંગારંગ ઉજવણી ને સમસ્ત લટુરિયા હનુમાનજી મંદિર સેવક સમુદાય ની તડામાર તૈયારી ઓ વિક્રમ સંવત ૨૦૮૨ ને અષાઢ સુદ પૂર્ણિમા તા ૨૯/૦૭/૨૬ ને  બુધવાર ના રોજ મહા યજ્ઞ દર્શન પૂજન અર્ચન સાથે ભજન અને ભોજન ની આહલેક જગાવશે અનેક નામી અનામી અલખ ના અરાધકો જેમાં માનવતા નથી ત્યાં ધાર્મિકતા નથી અંધકાર માથી પ્રકાશ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી પૂજ્ય ઘનશ્યામગિરી ગુરુ શ્રી બ્રહ્મલિન શિવચરણગિરીજી શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં વ્હાલપ વરસાવતા સૌ પ્રત્યે અમી દ્રષ્ટિ રાખનાર સિદ્ધ સંત પૂજ્ય ઘનશ્યામગીરી ના સાનિધ્ય પામવું એટલે સુભચિતો શાશ્વત અનુભૂતિ નો અનહદ આનંદ છે ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા પૂજ્ય ઘનશ્યામગીરીબાપુ અલગારી ની પાવન નિશ્રા માં ઉજવાશે ભવ્ય અને દિવ્ય વ્યાસ પૂર્ણિમા ભલા થવા માટે ભલું કરો વૃક્ષ સમાંતર જીવન જીવો આપતા શીખો જેવી અનેક માર્મિક ટકોર કરતા મહંત ખડેશ્વરી ઘનશ્યામગીરી બાપુ લટુરિયા હનુમાનજી દામનગર 

Related Posts