સુરત મહંત શામળદાસબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું…
તા.29/07/2026 ને બુધવારે મહંત શામળદાસ બાપુ ગુરુ મંછારામબાપુ (મોણપુરવાળા) દ્વારા આયોજિત ગુરૂપૂર્ણિમા મહોત્સવ સુરત શુકન પાર્ટી પ્લોટ,કિરણ ચોક, કતારગામ ખાતે યોજાયેલ..પૂજ્ય મંછારામબાપુ ની પાદુકા પ્રતિમાનું પુજન અર્ચન કર્યા બાદ સમુહમાં પરિવાર તેમજ સેવક સમુદાય દ્વારા આરતી ઉતારવામાં આવેલ.4 થી 6 દરમિયાન ભજન કિર્તન અને સત્સંગનુ આયોજન કરવામાં આવેલ, આ પ્રસંગે સંતો મહંતો અગ્રણીઓ તેમજ સેવક સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ,સંતો મહંતો ના સ્વાગત સન્માન કરવામાં આવેલ તેમજ સંતો મહંતો એ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપેલ સેવક સમુદાય દ્વારા આજના પાવન પ્રસંગે ગુરૂપૂજન કરીને ધન્યતા અનુભવી હતી,તેમજ સાંજે 7 વાગ્યે ભોજન પ્રસાદ લીધેલ મહંત શામળદાસબાપુ લશ્કરી તેમજ કપીલભાઈ અને પરિવાર દ્વારા ખુબ જ ભવ્ય અને દિવ્ય આયોજન કરેલ


















Recent Comments