ભાવનગર વર્ષાઋતુના પ્રારંભ સાથે ભાવનગર થી શરૂ થયેલ પર્યાવરણ સહભાગી પ્રવૃત્તિઓ આજે પોરબંદર, વડોદરા, ભરૂચ અને ભુજ સુધી વ્યાપ્ત બની છે.રાજ્યની વિવિધ ૧૫૦ શાળાઓ ના ૨૭૦૦ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ૮૧૦૦૦ પર્યાવરણ સહાયક પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ છે.૮૦ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી પહેલા ભાવનગર શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓના ૩૦૦૦ બાળકોમાં સ્કાઉટ ગાઈડ અને ગાંધી વિચારસરણીથી ચાલતી નઈ તાલીમની શાળાઓનું યોગદાન અનન્ય રહ્યું છે ત્યારે ભુજની નવનીત નગર પંચાયત શાળાના બાળકો સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો પણ સહભાગી થયા છે જે નોંધનિય બને છે.કુટુંબની સહભાગીયતા સાથે વિવિધ સ્તરે પર્યાવરણ સંરક્ષણના કામો ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારથી વિસ્તરતી સુવાસ બને છે જે અનુકરણીય શૈક્ષણિક કાર્ય તેમજ નવી શિક્ષણ નીતિમાં સીમા ચિન્હ પ્રદાન બને છે.
“ભાવનગર શિશુવિહાર નું નવી શિક્ષણ નીતિમાં સીમા ચિન્હ પ્રદાન”. ૧૫૦ શાળા ના ૨૭૦૦ વિધાર્થી ૮૧૦૦૦ પર્યાવરણ પ્રવૃતિ


















Recent Comments