ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનો ધીકતો વેપાર અને સુખ-સાહબી ન્યોછાવર કરનાર સાવરકુંડલાના પ્રખર સ્વતંત્રતા સેનાની અને ‘ત્રીજા સરદાર’ તરીકે ઓળખાતા સ્વ. મણીભાઈ શામજીભાઈ ત્રિવેદીના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય માન-સન્માન મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ અને સ્વ. મણીભાઈના પૌત્ર શ્રી કેતનકુમાર ત્રિવેદી દ્વારા આ માંગણી કરવામાં આવી છે.
૧૯૨૦માં ગાંધીજીના અસહકાર આંદોલનથી પ્રેરાઈને તેમણે વેપારનો ત્યાગ કર્યો હતો. મુંબઈ ખાતે પોતાના શો-રૂમમાંથી વિદેશી કાપડ રસ્તા પર ભેગું કરી તેની હોળી સળગાવી ‘સ્વદેશી અપનાવો’નો સંદેશ આપ્યો હતો.૧૯૨૭માં અખિલ હિંદ રાજસ્થાન રેજિમેન્ટમાં પંડિત જવાહરલાલ નેહરૂ (પ્રમુખ) સાથે તેમણે સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી હતી. ગાંધીજીએ તેમને **‘વીર મણીભાઈ’**નું બિરુદ આપ્યું હતું.
૧૯૩૦ના ધોલેરા મીઠાના સત્યાગ્રહ દરમિયાન રાણપુરથી તેમની ધરપકડ થઈ હતી અને ૯ મહિના જેલવાસ ભોગવ્યો હતો.
સાવરકુંડલામાં વિશાળ લક્ષ્મી નારાયણ મંદિર અને વ્યાયામ મંદિરની સ્થાપનામાં મુખ્ય યોગદાન આપ્યું હતું.
૧૯૩૭માં મુંબઈના માધવબાગ ખાતે અંગ્રેજોના જુલમ સામે ભાષણ આપતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા સ્થળ પર જ શહાદત વહોરી હતી.
દેશ માટે સર્વસ્વ હોમી દેનાર આવા *મહાન રાષ્ટ્રભક્તના બલિદાનની યોગ્ય નોંધ લઈ રાષ્ટ્ર સ્તરે યોગ્ય ઋણ ચૂકવાય તેવી તેમના પરિવારજનો અને સાવરકુંડલાવાસીઓની પ્રબળ માંગણી છે.*
















Recent Comments