અમરેલી

સાવરકુંડલામાં આન, બાન અને શાન સાથે ભવ્ય ‘તિરંગા યાત્રા’ સંપન્ન: નગર દેશભક્તિના રંગે રંગાયું

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં દેશભક્તિના ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે અકલ્પનીય અને ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં જાગૃત નાગરિકો જોડાવતાં સમગ્ર સાવરકુંડલા રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું.

​આ યાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, શહેર ભાજપ પરિવાર, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, DySP સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, સામાજિક-રાજકીય આગેવાનો તેમ જ વિવિધ શાળાઓ-કોલેજોના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.

​યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાઓથી સમગ્ર માર્ગ ગુંજી ઊઠ્યો હતો. નાગરિકો અને વહીવટી તંત્રના અદ્ભુત સહયોગથી યોજાયેલી આ તિરંગા યાત્રાએ સાવરકુંડલામાં રાષ્ટ્રભક્તિની એક અનોખી અને યાદગાર મિસાલ કાયમ કરી હતી.

Related Posts