શ્રાવણ મહિનાના ચાર સોમવાર દરમ્યાન પવિત્ર રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ સોમવારે બાળકો એક લાખ એકાવન હજાર ઓમ નમઃ શિવાય ના જાપ કર્યા હતા જ્યારે
બીજા સોમવારે બાળકોએ એક લાખ એકાવન હજાર ઓમકારનાદના જાપ કર્યા હતાં.
ત્રીજા સોમવારે એક લાખ એકાવન હજાર મહામૃત્યુંજય જાપ કરશે.
ચોથા સોમવારે એક લાખ એકાવન હજાર ઓમ નમો ભગવતે મહારુદ્રાય જાપ કરશે.
તેમજ સમગ્ર ભારત દેશનું કલ્યાણ થાઓ તેવી પ્રાર્થના આજના દિવસે કરવામાં આવી છે.
ભારતના તમામ લોકો નિરોગી રહે, તંદુરસ્ત રહે, સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી આજના દિવસે આ બાળકોએ ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આજના સમયમાં બાળકોને સારા વિચારો તેમજ ધાર્મિક વાતાવરણ દ્વારા સંસ્કારોનું ઘડતર થાય તે ખૂબ જરૂરી છે. ત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સંસ્થા શિક્ષણ કાર્ય કરી રહી છે ત્યારે સમગ્ર તળાજાવાસીઓએ આ ઉમદા કાર્યક્રમને હૃદયથી આવકાર્યો છે અને શાળા પરિવારને હૃદયથી શુભેચ્છા પાઠવી છે.















Recent Comments