સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત એ. કે. ઘેલાણી માધ્યમિક શાળામાં સંસ્કૃત ભાષા સંવર્ધન હેતુથી ‘સંસ્કૃત સપ્તાહ’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ શાળામાં વકૃત્વ સ્પર્ધા, સંસ્કૃત સુભાષિત પઠન સ્પર્ધા તેમજ સંસ્કૃત ભાષા અનુરૂપ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.
તમામ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર કુલ ૯ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા વિશેષ ભેટ આપી પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સફળ કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક શ્રી મીંટુભાઈ, શ્રી દેવાયતભાઈ અને શ્રીમતી જયશ્રીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ કોઠારી શ્રી અક્ષરમુક્તદાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા અને શ્રી ગિરીશભાઈ વ્યાસે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય શ્રી દીપેશકુમાર એમ. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.










Recent Comments