અમરેલી એલ.સી.બી. ટીમે સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2010માં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના 16 વર્ષ જૂના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારીની સૂચના અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમ સાવરકુંડલા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી.
મળેલી બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ઇસમને મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરી મોટરસાયકલના દસ્તાવેજો તથા ઓળખ અંગે તપાસ કરતા આ મોટરસાયકલ જૂનાગઢ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2010માં ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું.
પકડાયેલા ઇસમની ઓળખ બાંસીદાસ બાલકદાસ અગ્રાવત, ઉંમર 47 વર્ષ, રહે. સાવરકુંડલા તરીકે થઈ છે. તેની પાસેથી હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 8 હજાર હોવાનું જણાવાયું છે.
આ મામલે જૂનાગઢ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર 255/2010, ઈ.પી.કો. કલમ 379 હેઠળ નોંધાયેલ હતો. આ 16 વર્ષ જૂના ચોરીના ગુનાને ડીટેક્ટ કરવામાં અમરેલી એલ.સી.બી. ટીમને સફળતા મળી છે.
આ કામગીરીમાં પીઆઈ સી.પી. વાઘેલા, પીએસઆઈ એમ.ડી. ગોહિલ, પીએસઆઈ જે.ડી. વાઘેલા સહિત એએસઆઈ યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઈ અમરેલીયા, ઘનશ્યામભાઈ મકવાણા અને હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા જોડાયા હતા.















Recent Comments