ભાવનગર સ્વસ્થ વૃદ્ધત્વ શિબિર – ૩ નો પ્રારંભ તા:૨૭/૦૮/૨૦૨૬ ગુરુવારે સાંજે ૫.૦૦ કલાકે શિશુવિહાર આયોજિત અને શ્રી અશ્વિનભાઈ શ્રોફ નાં સૌજન્ય થી બુધસભા હોલમાં ૮૬ મી બેઠક યોજાયેલ જેમાં ડો પ્રકાશભાઈ રાજપુરા દ્વારા પ્રાથના ઓમ તત્સત શ્રી નારાયણ તું, ત્યારબાદ શારીરિક સત્ર માં શ્રીમતી જાનવીબેન અંધારીયા દ્વારા પ્રાણાયામ અને ૧૦૮ રામ/ગરબા તાળી કરાવેલ ત્યાર બાદ ચા/નાસ્તો,ફરાળી ખીચડી બાદ બૌધિક સત્ર મા પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા દ્વારા નાગરિકત્વ અને આનંદમય જીવન માટે શાંત રહી,ધીમા પડી આરામદાયક ક્ષેત્ર માં જીવન જીવવાની ની વાત કરેલ ત્યારબાદ સર્જનાત્મક સત્રમાં રમેશભાઈ ગોહિલ દ્વારા વડીલો ને અપાયેલ રંગ પુરણી અને ચિત્ર નું ઘરકામ અંગે ની ટિપ્સ આપેલ .કાર્યક્ર્મ નું સંચાલન ડો પ્રકાશભાઈ રાજપુરા અને શિશુવિહાર વતી શ્રી રોબર્ટભાઈ ફર્નાન્ડીઝ અને હીનાબેન ભટ્ટ નું માર્ગદર્શન આપેલ.
ભાવનગર પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ની ઉપસ્થિતિ મા સ્વસ્થ વૃદ્ધત્વ શિબિર – ૩ નો પ્રારંભ


















Recent Comments