શિહોર તાલુકાની આલ્ફા શાળામાં આવનારી જન્માષ્ટમીની જાહેર રજાને ધ્યાનમાં રાખીને શાળામાં અગાઉથી જ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીનો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ અને અન્ય પાત્રોના સુંદર અને રંગબેરંગી વેશભૂષા ધારણ કરીને શાળામાં ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું.ઉજવણી દરમિયાન બાળ કૃષ્ણ જન્મોત્સવની સુંદર ઝાંખી, તેમજ પરંપરાગત મટકી ફોડનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો. સાથે સાથે રંગબેરંગી રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ આનંદ અને ઉમંગ સાથે ભાગ લઈને સમગ્ર શાળા પરિસરને ઉત્સવમય બનાવી દીધું હતું.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને આપણી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારોનું મહત્વ સમજવા મળ્યું હતું. આનંદ, ઉત્સાહ અને સંસ્કારના સુંદર સમન્વય સાથે યોજાયેલ આ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે યાદગાર બની રહી.
આલ્ફા સ્કૂલ વરલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી


















Recent Comments