અમરેલી

સાવરકુંડલામાં ભવ્ય શિવ પાલખી યાત્રા યોજાઈ: શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો

અહીંના અક્ષુણ્ણ શ્રદ્ધાના કેન્દ્ર શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય શિવ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૮ વર્ષથી અવિરતપણે ચાલતી પરંપરા મુજબ રુદ્ર ગણ દ્વારા શ્રાવણ માસ દરમિયાન શિવ આરાધના અર્થે અખંડ ધૂન મંડળ યોજાય છે, જે અંતર્ગત આ દિવ્ય પાલખી યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

​પાલખી યાત્રામાં નાના બાળકો ભસ્મ તિલક લગાવી શિવજી, નંદી અને હનુમાનજી સહિત વિવિધ દિવ્ય પાત્રોની વેશભૂષા ધારણ કરી રુદ્રના ગણ બન્યા હતા. નગરના માર્ગો પર ઠેર-ઠેર ભાવિકો દ્વારા પૂજન-આરતી કરી પાલખીનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. ભસ્મથી રંજિત વાતાવરણ વચ્ચે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સમગ્ર સાવરકુંડલા નગર શિવમય બની ગયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને શિવભક્તો જોડાયા હતા.

Related Posts