ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના યશશ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ
દિવસ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી બાદમાં દેશના પ્રધાનમંત્રી તરીકે સતત અવિરત સેવાના ૨૫ વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ
સેવાકાર્યો કરીને થવાની છે, ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ અલગ-અલગ ૧૩ કાર્યક્રમોની સૂચી બનાવવામાં નિર્ધારિત
કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ચાલનારા મહાસેવા
અભિયાનમાં (૧) આશીર્વાદનો દીવડો, (૨) ૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, (૩) નામો સેવા ગાથા શેરી નાટક, (૪) આગણાનો
ઉત્સવ, (૫) વાર્તા પરિવર્તનની, (૬) વિકસિત ભારત સંકલ્પ યાત્રા, (૭) સેવા જ્યોતિ યાત્રા, (૮) વડનગર થી વારાણસી – જળ જન
અને સેવા સંકલ્પ યાત્રા (૯) સેવા મારૂ યોગદાન, (૧૦) સેવા સેતુ અભિયાન, (૧૧) રંગોળી રાષ્ટ્ર, (૧૨) રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ,
(૧૩) જનસેવા મહાકુંભ પંચાયતથી પાર્લામેન્ટ સહિતના કાર્યકમો સરકાર, સંગઠન અને જનભાગીદારી થી કરવામાં આવશે.
સેવા અભિયાન અંતર્ગત અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને તેમજ
સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વર્ધમાન હોલ, અજમેરા સ્કુલ અમરેલી ખાતે યોજાઈ હતી. જેમાં વક્તા તરીકે ગુજરાત
પ્રદેશ ભાજપના મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત રહ્યાં હતા, શ્રી વાળાએ પ્રધાનમંત્રી મોદીજીના જન્મ દિવસ અને સુશાનના
સળંગ ૨૫ વર્ષની સેવામય સફરની સેવામય ઉજવણી કરવી એ આપણા માટે ગૌરવની વાત છે, તેમ જણાવતા કાર્યકર્તા તરીકે આપણા
પ્રધાનસેવક પ્રત્યે અભાર વ્યક્ત કરવાનો આ અનેરો મોકો છે. અમરેલી જીલ્લા ભાજપના અપેક્ષિત શ્રેણીના આગેવાનોને એલ.ઈ.ડી. સ્ક્રીન
પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપી કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ “સેવા સંકલ્પ
અભિયાન”ના દરેક કાર્યક્રમો સુચારૂ રીતે અને લોકો વચ્ચે લોકો માટે યોજાય એમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના મહામંત્રીઓ રાજુભાઈ ભૂતૈયા, મયુરભાઈ માંજરીયા, ચેતનભાઈ શિયાળ અને સેવા સંકલ્પ
અભિયાનના કન્વીનર દિવ્યેશભાઈ વેકરીયા, સહ કન્વીનર મેહુલભાઈ ધોરાજીયા, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, ક્રિશ્નાબેન મકવાણા, ચેતનભાઈ
ધાનાણી, સાગરભાઈ સરવૈયા તેમજ જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ દીપકભાઈ વઘાસીયા, મનોજભાઈ મહીડા, શરદભાઈ પંડયા, ગીતાબેન
કારીયા, જયાબેન ગેલાણી, મંત્રી પી.વી. વસાણી, રંજનબેન ડાભી, કોમલબેન બારૈયા, હીનાબેન નાઢાં, બ્રિજેશભાઈ કુરુન્દલે, કોષાધ્યક્ષ
મહેશભાઈ જાવિયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, બાંધકામ સમિતિ ચેરમેન
પ્રકાશભાઈ પસુરીયા, મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેન સોનલબેન દેસાઈ, સિંચાઈ સમિતિ ચેરમેન અમરશીભાઈ સામાજિક ન્યાય
સમિતિના ચેરમેન ડેનીભાઈ પરમાર, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન
કાપડિયા, ચલાલા નગરપાલિકા પ્રમુખ ભૂમિબેન વાળા, દામનગર નગપાલિકા પ્રમુખ ભાવનાબેન ગૌસ્વામી, બગસરા નગરપાલિકા પ્રમુખ
નિરાવભાઈ ગોંડલિયા, ધારી નગરપાલિકા પ્રમુખ જયદેવભાઈ બસિયા સહકારી અગ્રણી ભાવનાબેન ગોંડલિયા, અનિલભાઈ વેકરીયા,
દીપકભાઈ માલાણી , અરુણભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ બસિયા, મુકેશભાઈ ખોખરીયા, હિંમતભાઈ દોંગા, જીતુભાઈ ડેર, રવુભાઇ ખુમાણ,
ગોપાલભાઈ અંટાળા, અલ્કાબેન ગોંડલિયા તેમજ જીલ્લા પંચાયતના સભ્યો, મંડળના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીશ્રીઓ નગરપાલિકા
તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સેવા સંકલ્પ અભિયાન ટીમના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા આ કાર્યકર્મને સફળ બનાવવા
મીડિયા ટીમના વિપુલ ભટ્ટી, સોશિયલ મીડિયાના ધર્મેશ વિસાવળીયા, આઈ.ટી. ના રાકેશ નાકરાણી, કાર્યલય મંત્રી મહેન્દ્રભાઈ ચાવડા,
કેતન ઢાંકેચા, રોમિત કોટડીયા, શિવાંગ ત્રિવેદી, જય નાઢાં વગેરેએ જહેમત ઉઠાવી હતી એમ જીલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિપુલ
ભટ્ટીએ જણાવ્યું છે.












Recent Comments