લાઠી તાલુકાના વિવિધ ગામોના ક્લસ્ટરમાં ૨૩-૨૫-૨૯ સપ્ટેમ્બરે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જ્યારે દામનગર નગરપાલિકામાં ૦૩ ઓક્ટોબર અને લાઠી નગરપાલિકામાં ૦૫ ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. સેવા સેતુ કાર્યક્રમના સમયપત્રક મુજબ લુવારિયા ખાતે તા. ૨૩.૦૯.૨૦૨૬ના રોજ સવારે ૯.૦૦ કલાકથી પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મતિરાળા, દુધાળાબાઈ, કૃષ્ણગઢ, લુવારીયા, દુધાળા લાઠી, જરખીયા, ટોડા, કેરાળા, અલીઉદેપુર, માલવીયા પીપરીયા, આસોદર, ભીંગરાડ, પ્રતાપગઢ, ઇંગોરાળા, છભાડીયા, અકાળા ગામના નાગરિકો લાભ લઈ શકશે.
પીપળવા ક્લસ્ટરના ગામો માટે પીપળવા સરકારી પ્રાથમિક શાળા ખાતે તા. ૨૫.૦૯.૨૦૨૬ના રોજ શેખપીપરીયા, હરસુરપુર, પુંજાપુર, કેરીયા, અડતાળા, ચાવંડ, હિરાણા, દેરડી જાનબાઈ, કરકોલીયા, વિરપુર, નાના રાજકોટ, નારાયણનગર, પીપળવા, રામપર, તાજપર, ભુરખીયા, મેથળી, આંબરડી ગામના નાગરિકો સવારે ૯૦૦ કલાકથી કાર્યક્રમનો લાભ લઈ શકશે.
નારણગઢ ક્લસ્ટરના ગામો માટે નારણગઢ પ્રાથમિક શાળા ખાતે તા. ૨૯.૦૯.૨૦૨૬ના રોજ સવારે ૯.૦૦ કલાકથી શાખપુર, પાડરશીંગા, હાવતડ, ઠાંસા, ધામેલ, ધામેલપરા, હજીરાધાર, ભાલવાવ, રાભડા, ભટવદર, નારણગઢ, મેમદા, કાંચરડી, મુળીયાપાટ, સુવાગઢ, ધ્રુફણીયા, દહીંથરાના નાગરિકો લાભ લઈ શકશે.
તા. ૦૩ ઓક્ટોબરે દામનગર નગરપાલિકા ખાતે અને ૦૫ ઓક્ટોબરે લાઠી નગરપાલિકા એ બંને શહેરના તમામ વોર્ડના નાગરિકો લાભ લઈ શકશે.
સેવાસેતુ ૨.૧ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી નાગરિકોને સ્થળ પર જ આધાર નોંધણી, આધારકાર્ડમાં સુધારા-વધારા, રાશનકાર્ડ લગત પ્રશ્નો, વિધવા સહાય,વૃદ્ધ સહાય, વ્હાલી દીકરી યોજના, આવકના દાખલા, જાતિના દાખલા, મફત હેલ્થ ચેકઅપ, બેંકીંગ સેવા માહિતી, ઈ-કેવાયસી, નવી વારસાઈ અરજી વગેરે સેવાઓનો સ્થળ પર લાભ મળશે. લાઠી તાલુકાની શહેરી અને ગ્રામ્ય કેમ્પની સુવિધાનો લાભ લેવા માટે મામલતદારશ્રી લાઠીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
લાઠી તાલુકાના વિવિધ ગામોમાં ૨૩-૨૫-૨૯ સપ્ટેમ્બરે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે












Recent Comments